વાંચો બર્થડે બોય હરભજન સિંહ સાથે જોડાયેલ 5 Controversy
બેંગલુરુ, 3 જુલાઇ: આજે ભારતીય ટીમના સૌથી પોપ્યુલર સ્પિનરોમાંથી એક હરભજન સિંહનો જન્મદિવસ છે. લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની જર્સી પહેરનાર મિસ્ટર ભજ્જી ખૂબ જ સમય બાદ પોતાની જૂની રંગતમાં પાછા ફરી રહ્યા છે. જેના માટે હરભજને ભગવાન અને પોતાની મહેનતને ધન્યવાદ આપ્યો.
આમતો ભજ્જી પોતના ઘુમાવદાર ઘાતક બોલિંગ માટે જાણીતા છે પરંતુ તેમનું વ્યક્તિત્વ પણ ખૂબ જ રસપ્રદ છે, ક્યારેક તેઓ મેદાન પર પ્લેયર્સની ભિડમાં જાય છે તો ક્યારેક શ્રીસંતને થપ્પડ ચોડી દે છે, તો ક્યારેક મેદાન પર તેઓ સચિન તેંડુલકરને ગળે લાગીને રોવા લાગે છે.
આવો જાણીએ તેમના જન્મ દિવસ પર ભજ્જીની પર્સનાલિટી સાથે જોડાયેલ ખાસ વાતો....

શ્રીસંતને મારી થપ્પડ
હરભજન સિંહને ગુસ્સો ખૂબ જ આવે છે અને જ્યારે તેમને ગુસ્સો આવે છે તો તેઓ પોતાના પર કાબૂ નથી રાખી શકતા જેના કારણે તેમણે મેદાનમાં શ્રીસંતને થપ્પડ ચોડી દીધી હતી. આ વાત વર્ષ 2008ની છે જ્યારે આઇપીએલ મેચ દરમિયાન તેમણે પંજાબના પ્લેયર શ્રીસંતને એક ઝાપટ ફટકારી દીધી હતી, જેના કારણે ભજ્જી પર 11 મેચો માટે પ્રતિબંધ મૂકી દેવાયો હતો, અને એક મેચની ફીસનો દંડ પણ કરવામાં આવ્યો હતો.

ગીતા બાસરાના પ્રેમમાં
હરભજન અને અભિનેત્રી ગીતા બાસરાના પ્રેમના સમાચાર હંમેશા ચર્ચામાં રહ્યા પરંતુ બંનેમાં કોઇએ પણ પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા નહીં. થોડા વર્ષો પહેલા ગીતા અને હરભજનને લેટ નાઇટ પાર્ટી કરતા હોટલમાં જોવામાં આવ્યા હતા, ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે તેમના ઘરમાં ખૂબ જ બબાલ મચી ગઇ હતી, કારણ કે ભજ્જીની મમ્મીને ગીતા પસંદ ન્હોતી.

એન્ડ્યૂ સાયમંડને કહ્યું હતુ 'મંકી'
જાન્યુઆરી 2008માં સાયમંડ્સએ ભજ્જી પર વંશીય ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. હરભજને તેમને મેચ દરમિયાન વાંદરા કહીને સંબોધન કર્યું હતું. ત્યારબાદ ભજ્જી પર આઇસીસીની આગળ રમવા માટે બેન કરી દેવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં મામલો સુલજી ગયો હતો.

ચકર કહેવામાં આવ્યા
ભજ્જીને જ્યારે ઇંટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી ત્યારે તેમની ઘાતક બોલિંગને જોઇને કેટલાંક એંપાયરોને લાગ્યું કે તેઓ ખોટી રીતે બોલિંગ કરી રહ્યા છે, જેથી તેમને ચકર કહેવામાં આવ્યા. બાદમાં આઇસીસી તરફથી ભજ્જીને ક્લીન ચિટ મળી ગઇ. બાદમાં ભજ્જીએ પોતાની ટિકા કરનારા એમ્પાયરોને ચકર કહી દીધા હતા.
શોએબ અખ્તર સાથે ટક્કર
2010માં રમાયેલ એશિયા કપ મેચમાં ખુલ્લેઆમ પાકિસ્તાની બોલર શોએબ અખ્તર અને હરભજન એકબીજાની સામસામે આવી ગયા હતા. બંનેએ પંજાબીમાં એકબીજાને ગાળો આપી હતી.












Click it and Unblock the Notifications
