વિરાટ કોહલીના પ્રેમમાં ફિદા થઈ બોલ્ડ હસીના, ફોટો સાથે કરી રહી છે આ કામ
અનુષ્કા શર્મા સાથે લગ્ન અને દિકરીનો પિતા બન્યા બાદ પણ વિરાટ કોહલીની દિવાનગીમાં કોઈ કમી આવી નથી. આ જ કારણ છે કે વધુ એક હસીના કોહલીના પ્રેમમાં ઘાયલ થઈ છે.
વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ માત્ર ભારત જ નહીં પુરી દુનિયામાં છે. વિરાટ કોહલીની એક ઝલક માટે ઘણા દેશોના ક્રિકેટ ચાહકો ભારત આવે છે.

વિરાટ કોહલીએ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. પરંતુ આ સિવાય બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ વિરાટ કોહલીને પોતાનો ફેવરિટ ક્રિકેટર કહી રહી છે.
સાઉથ એક્ટ્રેસ વર્ષા બોલમ્માએ પણ વિરાટ કોહલી વિશે પોતાની દિલની લાગણી વ્યક્ત કરી છે. તેણીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તે વિરાટ કોહલીને ખૂબ પસંદ કરે છે.
તેણીએ કહ્યું કે, તે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર સેલિબ્રિટી ક્રશ ધરાવે છે અને તે તેને ખૂબ પસંદ કરે છે.
અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે તે વિરાટ કોહલીની તસવીરો અખબારોમાંથી કાપીને પોતાની પાસે રાખે છે. અખબારોમાંથી ફોટોગ્રાફ્સ એકત્ર કરવા ઉપરાંત તે 18 નંબરની જર્સી પહેરવાનું પણ પસંદ કરે છે.
જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન વર્ષાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને વિરાટ કોહલી માટે ખુલ્લેઆમ પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો હતો. વર્ષાના આ નિવેદન બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
