For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેપ્ટન કોહલીએ શેર કરી સ્ક્વૉડની તસવીર, યૂઝર્સે પૂછ્યું- શર્માજી ક્યાં?

કેપ્ટન કોહલીએ શેર કરી સ્ક્વૉડની તસવીર, યૂઝર્સે પૂછ્યું- શર્માજી ક્યાં?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે રવાના થઈ ચૂકી છે જ્યાં 3 ઓગસ્ટથી અભિયાનની શરૂઆત થઈ રહી છે. બંને ટીમ પહેલા 3 મેચની ટી20 રમશે. પહેલા બે મુકાબલા અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. એવામાં કોહલી એન્ડ કંપની અમેરિકાના નવા માહોલમાં ખુદને ઢાળવા માટે પૂરી રીતે તૈયાર થઈ ચૂકી છે. પહેલી ટી20 પહેલા વીરાટ કોહલીએ ટીમના બાકીના સાથિઓની સાથે એક ફોટો શેર કરી છે જેમાં તેમણે કેપ્શન આપ્યું- 'સ્ક્વૉડ'. સ્ક્વૉડનો મતલબ હોય છે ટીમ સંયોજન જેમાં પ્રમુખ ખેલાડીઓ સામેલ કરવામાં આવે છે. કોહલી સાથે આ ફોટોમાં ટીમ ઈન્ડિયાના ટોપ ખેલાડીઓ જોવા મળી રહ્યા છે પરંતુ ટીમના ઉપકેપ્ટન ગાયબ છે.

કોહલીની સ્ક્વૉડ

કોહલીની સ્ક્વૉડ

આ ફોટોમાં કોહલી સાથે રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, ખલીલ અહમદ, શ્રેયસ અય્યર, કૃણાલ પંડ્યા, ભુવી અને કેએલ રાહુલ જોવા મળી રહ્યા છે. પરંતુ રોહિત શર્મા ગાયબ છે. આવું પહેલીવાર નથી બની રહ્યું જ્યારે કોહલીના ફોટોમાં રોહિત ન દેખાઈ રહ્યા હોય. પરંતુ રોહિત શર્મા આ ફોટોમાં જોવા ન મળતાં લોકોએ અનેક પ્રકારના સવાલો કરવા શરૂ કરી દીધા છે. અગાઉ પણ કોહલીએ ટીમનો એક ફોટો શેર કર્યો હતો, આ ફોટો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે રવાના થતા પહેલાનો હતો. તેમાં પણ રોહિત જોવા નહોતો મળ્યો.

રોહિત શર્મા ગાયબ કેમ

હવે યૂઝર્સે કોહલીને પૂછવાનું શરૂ કરી દીધું છે કે રોહિત શર્મા ગાયબ કેમ છે? જેને લઈ ફેન્સ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અહીં જુઓ ફેન્સની આ પ્રતિક્રિયાઓ.

રોહિત અને વિરાટ વચ્ચેની દરાર

આ એક એવો મામલો છે જે ટીમ ઈન્ડિયામાં છવાયેલો છે. રોહિત અને વિરાટ વચ્ચેની દરારના અહેવાલો વર્લ્ડ કપ પછીથી જ આવવા શરૂ થઈ ગયા છે. હવે આવા પ્રકારની તસવીરથી ફેન્સને ધારણા બાંધવાના અનેક મોકા મળી જાય છે.

રોહિતે એક ફોટો પણ શેર કર્યો

વિંડીઝ પ્રવાસ પર રવાના થતા પહેલા પણ કોહલીએ પ્રેસ કોન્ફ્રેન્સમાં રોહિત સાથે કોઈ મતભેદ ન હોવાની વાત કરી હતી. પરંતુ લાગે છે કે ક્રિકેટ ફેન્સ માટે આ પૂરતું નથી. કેમ કે આ મામલે રોહિત સતત ચુપ્પી સાધીને બેઠા છે. હાલમાં જ રોહિતે એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે હું માત્ર ટીમ માટે મેદાનમાં નથી ઉતરતો, હું દેશ માટે ઉતરું છું. આ પોસ્ટ બાદ એ વાતની સંભવનાઓને વધુ બળ મળ્યું હતું કે રોહિત-કોહલી વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું.

ભારતીય આર્મી સાથે કાશ્મીરમાં મોર્ચો સંભાળવા પહોંચ્યા ધોની, જુઓ તસવીરોભારતીય આર્મી સાથે કાશ્મીરમાં મોર્ચો સંભાળવા પહોંચ્યા ધોની, જુઓ તસવીરો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
captain kohli shared pic, rohit sharma is missing from it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X