Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વર્લ્ડકપ પહેલા બોલ્યા કોહલી- લગ્ન બાદ કપ્તાનીમાં સુધારો આવ્યો

વર્લ્ડકપ પહેલા બોલ્યા કોહલી- લગ્ન બાદ કપ્તાનીમાં સુધારો આવ્યો

ટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડકપ શરૂ થતા પહેલા વિરાટ કોહલીએ એક મોટો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલીનું કહેવું છે કે અનુષ્કા શર્મા સાથે લગ્ન થયા બાદ ન માત્ર તેમની ગેમમાં જ બદલાવ આવ્યો છે, બલકે તેમની કપ્તાની પણ સુધરી છે. જણાવી દઈએ કે આજે બાંગ્લાદેશ અને ભારતીય ટીમ વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. જ્યારે ભારતના મિશનલ વર્લ્ડ કપની લડાઈ 5 જૂનથી શરૂ થઈ રહી છે.

virat kohli

વર્લ્ડકપ શરૂ થતા પહેલા ICCના સંવાદ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, લગ્ન બાદ વધારે જવાબદાર થઈ જાય છે. લગ્ન બાદ તમે ચીજોને સારી રીતે સમજવી શરૂ કરી દો છો, તમે દરેક ચીજ પર જોર આપવાનં શરૂ કરી દો છો. ઈન્ટર્વ્યૂમાં વિરાટ કોહલીએ કહ્યું કે, હવે હું પહેલાથી અતિ જવાબદાર થઈ ગયો છું, જેનાથી મારી કપ્તાનીમાં બદલાવ આવ્યો છે. ખેલાડી અને માણસ તરીકે હું બદલાઈ ગયો છું. જણાવી દઈએ કે વિરાટ કોહલી અને બૉલીવુડ સુપરસ્ટાર અનુષ્કા શર્માના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. અગાઉ પણ બનેના સંબંધ ચર્ચામાં રહ્યા હતા.

વિરાટ કોહલી સમક્ષ ફરી એકવાર ટીમને કપ જીતવાનો પડકાર છે. જ્યારે ઈન્ટર્વ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું કે જો જૂની ઓસ્ટ્રેલિયાઈ ટીમના કોઈ ખેલાડીને પસંદ કરવાના હોય તો તેઓ કોને ચૂંટશે. ત્યારે વિરાટ કોહલીએ મહાન સ્પિનર શેન વોર્નનું નામ લીધું. જણાવી દઈએ કે કોહલી 2011ની વર્લ્ડકપ વિનિંગ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. 2015માં પણ તે ટીમના ઉપ કેપ્ટન હતા, પરંતુ આ પહેલીવાર છે જ્યારે કેપ્ટન તરીકે તે વર્લ્ડકપમાં ઉતરી રહ્યા છે. આ કારણે જ સૌકોઈની નજર કોહલી પર ટકેલી છે. વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મુકાબલો 5 જૂનના રોજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X