ક્રિસ ગેલ નેપાળ જશે, ચાહકોને આપ્યો ખાસ સંદેશ
ક્રિસ ગેલ નેપાળ જશે, ચાહકોને આપ્યો ખાસ સંદેશ
'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલ ફરી એકવાર ટી-20 ક્રિકેટમાં ધમાલમ મચાવસે. ગેલ અત્યારે 40 વર્ષના થયા છે. તેમ છતા ક્રીકેટ પ્રત્યે તેમનો જુસ્સો ઓછો થયો નથી. એટલા માટે જ દુનિયાભરની ટીમો તેમની સાથે જોડાવા માટે હંમેશા તત્પર રહે છે. આમતો ગેલ આંતરારાષ્ટ્રી મેચ નથી રમ્યા પરંતુ ટી20ની લીગમાં ધમાલ મચાવી રહ્યા છે. ગેલ ટી20 ક્રિકેટમાં 1000 સિક્સર પૂરા કરવા માટે ખુબ નજીક છે અને તેને પૂરા કરવા માટે તેઓ નેપાલ જવાના છે.

ચાહકો માટે ખાસ સંદેશ
ગેલ હવે પાલમાં ક્રિકેટ રમવા માટે તૈયાર છે ત્યારે ગેલે તેના ચાહકોને ખાસ સંદેશ આપીને આ માહિતી આપી છે. કાઠમંડુમાં શરૂ થનારી નેપાળની ડોમેસ્ટિક ટી20 ટૂર્નામેન્ટ એવરેસ્ટ પ્રીમિયર લીગમાં પોખરા રાઇનોઝ તરફથી રમતા જોવા મળશે. તેમણે ટ્વીર પર તેની જાહેરાત કરતા કહ્યું કે "હું રમતની સૌથી મોટી પ્રતિયોગિતા એવરેસ્ટ પ્રીમિયર લીગ માટે નેપાળ જઈશ. આવો, મારી ટીમ પોખરા રાઇનોઝને સમર્થન આપો. નેપાળ ગેલ તુફાન માટે તૈયાર થઇ જાઓ"

તાજેતરમાં જ ચટ્ટોગ્રામ માટે રમ્યો હતો
ગેલ તાજેતરમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં (બીપીએલ) ચટ્ટોગ્રામ ચૈંલેન્જર્સ તરફથી રમ્યો હતો. બીપીએલમાં ક્વોલિફાયરની સરખામણીએ ચટ્ટોગ્રામ ચેલેન્જર્સ માટે રાજશાહી રોયલ્સની વિરૂદ્ધ જે અંદાજમાં અડધી સદીની બાજી મારી હતી. તે જોતા એમ નથી લાગતું કે ગેલની વધતી ઉંમરનો પ્રભાવ પડી રહ્યો છે. જ્યારે ગેલે 24 બોલમાં 60 રન બનાવ્યા હતા. જેમા 6 ચોક્કા તેમજ 5 છક્કા શામિલ હતા.

1000 સિક્સરનો લક્ષ્યાંક
ગેલ અત્યાર સુધીમાં 404 ટી 20 મેચ રમી ચુક્યા છે. આ દરમિયાન તેણે ચોગ્ગા અને છગ્ગાની મદદથી 9,972 રન બનાવ્યા છે. આ આંકડો દર્શાવે છે કે ગેલ ભાગી જવામાં નહી પણ ભગાડવામાં માને છે. જોકે ગેલનો લક્ષ્યાંક નેપાળની લીગમાં ટી20 કારકિર્દીમાં 1000 સિક્સર પૂર્ણ કરવાનો છે. ગેલે અત્યાર સુધીમાં 978 સિક્સર ફટકારી છે. તેઓ હજુ સુધી 1026 ચોંકકા કરી ચુક્યા છે. જો ગેલ 22 સિક્સર ફટકારે છે તો તે 1000 સિક્સર પૂરા કરનારો દુનિયાનો પ્રથમ બેટ્સમેન બનશે.












Click it and Unblock the Notifications
