Cricket : 2024 માં કેટલી વાર ટકરાશે ભારત-પાકિસ્તાન? આ મુકાબલા પર રહેશે તમામની નજર

ક્રિકેટની દુનિયામાં ભારત-પાકિસ્તાનની રાઈવલરી પુરી દુનિયા જાણે છે. આ જ કારણ છે કે પુરી દુનિયાના ક્રિકેટ ફેન્સની નજર બન્નેના મુકાબલામાં પર હોય છે. 2024 માં પણ આ બન્ને ટીમો મેદાન પર ટકરાશે.

દ્વિપક્ષીય શ્રેણીની કોઈ સંભાવના નથી
બંને દેશો માત્ર ICC અથવા ACC ઇવેન્ટમાં જ એકબીજા સામે રમે છે. બંને દેશો વચ્ચેના રાજકીય તણાવને કારણે દ્વિપક્ષીય શ્રેણી સ્થગિત કરવામાં આવી છે. ભારતે છેલ્લે એશિયા કપ માટે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, જ્યારે પાકિસ્તાનની ટીમ 2012માં દ્વિપક્ષીય શ્રેણી માટે ભારત આવી હતી.

India-Pakistan Match

ભારત-પાકિસ્તાન ક્યારે મેદાન પર ટકરાશે?
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપ 2023 માટે ભારતની મુલાકાતે આવી હતી અને અહીં ટૂર્નામેન્ટ રમી હતી. હવે બંને ટીમો વચ્ચેના મુકાબલાને લઈને ચાહકોની અપેક્ષાઓ વધુ વધી ગઈ છે. ચાહકોના મનમાં સવાલ એ છે કે વર્ષ 2024માં બંને ટીમો કેટલી વાર સામસામે ટકરાશે. જણાવી દઈએ કે 2024માં માત્ર એક જ ICC ટૂર્નામેન્ટનું આયોજન થવાનું છે, જે ICC T20 વર્લ્ડ કપ 2024 છે.

અહેવાલો અનુસાર, 2024 માં ન્યૂયોર્કમાં T20 વર્લ્ડ કપની ભારત અને પાકિસ્તાન મેચનું આયોજન થશે. જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપની યજમાની યુએસ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. મેચ ન્યૂયોર્કની બહારના એક પોપ-અપ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટ માટે ન્યૂયોર્કમાં 34,000 સીટનું કામચલાઉ સ્ટેડિયમ બનાવવામાં આવશે.

આ મેચ ન્યૂયોર્કમાં રમાઈ રહી છે. આંકડા અનુસાર ન્યૂયોર્કમાં લગભગ 7,11,000 ભારતીયો અને લગભગ 1,00,000 પાકિસ્તાની મૂળના લોકો રહે છે. દિલ્હી અને ન્યુયોર્ક વચ્ચેનો સમય તફાવત સાડા 10 કલાકનો છે, પરંતુ ભારતની કેટલીક મેચો ભારતીય ટેલિવિઝન પ્રેક્ષકો માટે નિર્ધારિત કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X