ચેતેશ્વર પૂજારાને ત્યાં આવી નાનકડી પરી, પરિવારમાં છવાઇ ખુશી
ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજાએ દિકરીને જન્મ આપ્યો છે. આ સારા સમાચાર જાણ્યા પછી ચેતેશ્વર પણ ખાસ દિલ્હીથી દિકરીને મળવા નીકળ્યો છે. ત્યારે જાણો આ સમાચાર અંગે વધુ ખબર અહીં.
ભારતીય ક્રિકેટના જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને ત્યાં દિકરી અવતરી છે. જેના કારણે હાલ તેમનો સમગ્ર પરિવાર ખુશી મનાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પૂજારાની પત્ની પૂજા ડાબરીએ ગુરવારે એટલે કે 22 ફેબ્રુઆરી 2018ના રોજ પુત્રીને જન્મ આપ્યો છે. તમને જણાવી દઇએ કે ભારતને દક્ષિણ આફ્રિકા પછી હવે ઇંગ્લેડના પ્રવાસ પર છે. જ્યાં તેમને ઇંગ્લેડ સાથે ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ વાતને ધ્યાનમાં લઇને ચેતેશ્વર પૂજારા હાલ દિલ્હીમાં વિજય હજારે ટ્રોફી રમવામાં વ્યસ્ત છે. પણ તે જલ્દી જ પોતાની લાડકીને જોવા માટે રાજકોટ જશે. નોંધનીય છે કે પાંચ વર્ષના લગ્ન જીવન પછી ચેતેશ્વર અને પૂજાને ત્યાં પહેલા સંતાન સ્વરૂપે દિકરી આવી છે. ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆતમાં જ ચેતેશ્વરે એક ફોટો મૂકી તેના ફેન્સને જણાવ્યું હતું કે આ વર્ષે તે એક નાના બાળકની આશા રાખી રહ્યા છે.

અને હવે જ્યારે તેમને ત્યાં એક નાનકડી પરીએ જન્મ લીધો છે ત્યારે ચેતેશ્વરના ફેન્સે પણ આ વાત જાણીને ખુશ થઇ ગયા છે. અને ચેતેશ્વર અને તેમના પરિવાર આ માટે હાલે શુભેચ્છાઓ પણ ફેન્સ તરફથી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ચેતેશ્વર અને પૂજાના લગ્ન 13 ફેબ્રુઆરી 2013ના રોજ રાજકોટમાં થયા હતા. પૂજા મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે. અને તે અવાર નવાર પતિને ચીયર કરતી સ્ટેડિયમમાં જોવા મળે છે. ત્યારે ચેતેશ્વરને ત્યાં દિકરીના જન્મ થતા તેના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં માં પુત્રી બંન્નેની તબિયત સારી હોવાની અને લક્ષ્મી આવવાથી ઘરમાં ખુશી છવાઇ ગઇ હોવાની વાત જણાવી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
