જાણો શા માટે જાડેજા કરી રહ્યો છે 375 કિમીની ધાર્મિક પદયાત્રા

જામનગર, 22 જુલાઇ: સતત ટિકાઓથી ઘેરાયેલા હોવાના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર થયેલા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલમાં ધાર્મિક પદયાત્રા પર છે. જોકે જાડેજાએ આ વાતને સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની સંપૂર્ણ કોશીશ કરી પરંતુ આવી વાતો ક્યારેય મીડિયાથી છૂપાઇ છે ખરી.

ટીવી અહેવાલ અનુસાર જાડેજા શનિવારે પોતાના ઘર જામનગરથી પોતાના પિતા અને કેટલાંક ખાસ મિત્રોની સાથે પદયાત્રા પર નિકળવાના છે, જે કચ્છ જિલ્લામાં આવેલા માતા આશપુરાના પ્રસિદ્ધ મંદિર માતાના ગઢ પર જઇને પુરી થશે જેના માટે રવિન્દ્ર જાડેજાએ રોજ 25થી 30 કિલો મીટર ચાલવું પડશે.

ravindra jadeja

શું ટીમમાં બેક કરવા માટે જાડેજા કરે છે પદયાત્રા?
જોકે સૌના મોઢે એક જ સવાલ છે કે જાડેજા આવી કઠોર પદયાત્રા પર શા માટે નીકળ્યા છે. તેની પર તો તેમના પરિવારજનોએ ચુપ્પી સાધી લીધી છે તેમણે માત્ર એટલું જ જણાવ્યું છે કે આની પાછળ જાડેજાની શ્રદ્ધા છે બીજું કોઇ કારણ નથી.

જાડેજા રોજ 25થી 30 કિમી ચાલશે
હાલમાં આપને જણાવી દઇએ કે જાડેજાનું પ્રદર્શન સતત નિરાશાજનક રહેવાના કારણે તેમને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ખાસ ખેલાડી માનવામાં આવે છે. માટે જ્યારે જાડેજાનો જાદુ ના ચાલ્યો તો લોકોએ ધોનીને પોતાનો નિશાનો બનાવ્યો હતો. હાલમાં બીસીસીઆઇએ જાડેજાને ટીમથી બહાર કરી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X