CSK vs LSG, IPL 2022: કેએલ રાહુલને રોકવો ચેન્નઈ માટે પડકારજનક

CSK vs LSG, IPL 2022: કેએલ રાહુલને રોકવો ચેન્નઈ માટે પડકારજનક

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ચેન્નઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર ઝાયન્ટ્સની ટીમ વચ્ચે આજે મેદાન-એ-જંગ ખેલાશે. બંને ટીમની સિઝનની શરૂઆત સારી નથી થઈ. કોલકાતા સામે ચેન્નઇએ હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ગુજરાત ઝાયન્ટ્સ સામે લખનઉની ટીમે હાર ચાખવી પડી હતી. પોતાની પહેલી સિઝન રમી રહેલ લખનઉની કમાન કેએલ રાહુલના હાથમાં છે. ગુજરાત સામે કેએલ રાહુલ ભલે ખાતું ના ખોલી શક્યા હોય પરંતુ જાડેજા જાણે છે કે કેએલ રાહુલ એકવાર લય પકડી લે પછી કોઈથી રોકવા મુશ્કેલ છે.

kl rahul

રાહુલે ગઇ સિઝનમાં 626 રન બનાવ્યા હતા. આ ઉપરાંત 2020માં 670, 2019માં 593 અને 2018માં 659 રન બનાવ્યા હતા. એટલે કે ગત ચાર સિઝનમાં તેઓ ત્રણ વખત 600 આસપાસનો સ્કોર બનાવી ચૂક્યા છે. અને એકવાર સાત રનથી ચૂકી ગયા હતા. ત્યારે કેએલ રાહુલનું ફોર્મ જાડેજા માટે ચિંતાજનક બની શકે છે.

કેએલ રાહુલની ખાસિયત છે કે તેઓ પરંપરાગત શૉટ રમતાં પણ તેજીથી રન બનાવી શકે છે. આ ઉપરાંત તેમના ઈનોવેશનનો પણ કોઈ જવાબ નથી.

સિક્સર કિંગ

કેએલ રાહુલની સૌથી ખતરનાક વાત તેમની સિક્સ મારવાની આવળત છે. જાણીને તમે ચકિત થઈ જશો કે ગત ચાર આઈપીએલ સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી કાયરન પોલાર્ડ, આંદ્રે રસેલ કે રોહિત શર્મા નથી. આ યાદીમાં સૌથી ઉપર કેએલ રાહુલનું નામ આવે છે.

પંજાબ કિંગ્સના આ પૂર્વ કેપ્ટને 56 ઈનિંગમાં 110 છગ્ગા લગાવ્યા. એટલે કે દરેક ઇનિંગમાં લગભગ 2 સિક્સર ફટકારી. જેથી જાડેજા એન્ડ કંપની માટે કેએલ રાહુલની વિકેટ વહેલી ખેરવવી બહુ જરૂરી છે. જો કે જાડેજા આ કામ બખુબી કરી ચૂક્યા છે. જો કે તેમણે કેએલ રાહુલને ટી20માં ક્યારેય આઉટ નથી કર્યા પરંતુ રાહુલ માટે જાડેજાની બોલિંગમાં રન બનાવવા ક્યારેય સહેલા નહોતા. તેમણે જાડેજાની 58 બોલનો સામનો કર્યો જેમાં માત્ર 39 રન જ બનાવી શક્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X