Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પહેલા બોલ પર વિરાટ કોહલી રચશે ઇતિહાસ, IPLમાં બનાવશે રેકોર્ડ

CSK vs RCB, Virat Kohli, IPL 2024: આઇપીએલ 2024ને ક્રિકેટનો ખેલ મહાકુંભ આજથી 22 માર્ચથી શરૂ થઇ રહ્યો છે. આ વર્ષની પહેલી આઇપીએલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. સીએસકેની કેપ્ટનશીપ ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે.

વિરાટ કોહલી પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતા છે. એકવાર તેઓ ક્રિઝ પર રહેશે, તો RCBની જીત લગભગ નિશ્ચિત છે. ચેન્નાઈ સામેની મેચમાં કોહલી પહેલા બોલ પર જ રન લઈને મોટો રેકોર્ડ બનાવી શકે છે.

CSK vs RCB Virat Kohli IPL 2024

વિરાટ કોહલી બનાવી શકે છે આ રેકોર્ડ - વિરાટ કોહલીએ અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટી20 મેચમાં 999 રન બનાવ્યા છે. જેમાં વિરાટે ચેમ્પિયન્સ લીગમાં બનાવેલા રન પણ સામેલ છે. હવે, જો તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આજની મેચમાં પ્રથમ બોલ પર વધુ એક રન બનાવશે તો તે CSK સામેની T20 મેચમાં 1000 રન પૂરા કરશે.

વિરાટ કોહલીએ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 985 રન બનાવ્યા છે. જો તે આજની મેચમાં વધુ 15 રન બનાવશે, તો IPLમાં ચેન્નાઈ સામે 1000 રન પૂરા કરશે. તે CSK સામે IPLમાં 1000થી વધુ રન બનાવનાર માત્ર બીજો બેટ્સમેન બની જશે. તેના પહેલા માત્ર શિખર ધવન જ આ કરી શક્યો છે. ધવને IPLમાં CSK વિરુદ્ધ 1057 રન બનાવ્યા છે.

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ:

  • શિખર ધવન- 1057 રન
  • વિરાટ કોહલી- 985 રન
  • રોહિત શર્મા- 791 રન
  • દિનેશ કાર્તિક- 675 રન
  • ડેવિડ વોર્નર- 644 રન

IPLમાં ફટકારી છે સૌથી વધુ સદી - વિરાટ કોહલી 2008થી આઈપીએલમાં રમી રહ્યો છે. IPLના 16 વર્ષમાં એક જ ટીમ તરફથી રમનાર તે એકમાત્ર ખેલાડી છે. IPLમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તેના નામે છે. તેણે 237 IPL મેચોમાં 7263 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 50 અડધી સદી સામેલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X