CSK vs RCB : વિરાટ કોહલીએ ધોની સામેની મેચ પહેલા કરી ખાસ તૈયારી
IPL 2021 ની મેચ આજે એટલે કે શુક્રવારે ચેન્નાઇ અને બેગ્લોર વચ્ચે રમાશે. એક તરફ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ હશે, બીજી તરફ વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર.
નવી દિલ્હી : IPL 2021 ની મેચ આજે એટલે કે શુક્રવારે ચેન્નાઇ અને બેગ્લોર વચ્ચે રમાશે. એક તરફ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ હશે, બીજી તરફ વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. જ્યારે CSK એ પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર વિજય નોંધાવ્યો હતો, કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની શરૂઆતની મેચમાં વિરાટને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં વિરાટની નજર વિજય પર રહેશે. તેથી જ તેણે આ મેચ માટે ખાસ તૈયારીઓ કરી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં RCB કેપ્ટન જીમમાં પુષ્કળ પરસેવો પાડતો જોવા મળે છે.

આ વર્કઆઉટ વીડિયોમાં કોહલી તેના પગના સ્નાયુઓને મજબૂત બનાવતા જોવા મળે છે. ચાહકોને પણ તેનો આ વીડિયો ગમ્યો અને ઘણા યુઝર્સે તેની તૈયારીને CSK સામેની મેચ સાથે જોડી દીધી હતી. અત્યાર સુધી 22 લાખ લોકોએ આ વીડિયો જોયો છે.
કોહલી હાલમાં દરેક મોરચે દબાણનો સામનો કરી રહ્યો છે. તેનું બેટ મૌન લાગે છે. કોલકાતા સામેની પ્રથમ મેચમાં તે માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. કેપ્ટનશીપમાં પણ તે અદ્ભુત પ્રદર્શન કરી શકતો નથી. તેના નિર્ણયો પર સતત સવાલો ઉઠી રહ્યા છે. કદાચ આ જ કારણ હતું કે, IPL 2021નાબીજા ભાગની શરૂઆત પહેલા જ તેણે RCB ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. તે આવતા વર્ષથી આ ટીમની કેપ્ટનશીપ નહીં કરે. આવી સ્થિતિમાં જો તે ચેન્નાઈ સામેની મેચ હારી જાય છે, તો એવા અહેવાલો પણ છે કે, તેને અધવચ્ચે જ કેપ્ટનશીપમાંથી હટાવી શકાય છે.

વિરાટે IPL 2021ના પહેલા હાફમાં રમાયેલી 7 મેચમાં 198 રન બનાવ્યા હતા. તે પહેલા હાફમાં માત્ર એક અડધી સદી ફટકારી શક્યો હતો. છેલ્લી બે સિઝનમાં તેનો સ્ટ્રાઇક રેટ પણ 120 ની આસપાસ આવી ગયો છે. તેમ છતાં તેની સરેરાશ પણ 30 પર આવી ગઈ છે. કોલકાતા સામેની પ્રથમ મેચમાં તે માત્ર 5 રન જ બનાવી શક્યો હતો અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી RCB પોઇન્ટ ટેબલમાં બીજાથી ત્રીજા સ્થાને આવી ગયું હતું. ચેન્નાઈ સામેની મેચમાં બેગ્લોર માટે કરો યા મરો જેવી સ્થિતિ છે.












Click it and Unblock the Notifications
