CSK vs SRH: ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ મળ્યો

CSK vs SRH: ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ મળ્યો

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ દુબઈ ખાતે આજે IPL 2020નો 14મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલાં ટૉસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદનું ટોપ ઓર્ડર કોલેપ્સ થતાં વોર્નર એન્ડ ટીમની મુશ્કેલી વધી ગઈ હતી, જો કે પ્રિયમ ગર્ગ અને અભિશેક શર્માની ધુઆંધાર ઈનિંગથી હૈદરાબાદ માંડ 164 રનનો સ્કોર બનાવી શકી.

ms dhoni

હૈદરાબા ટીમ તરફતી સૌથી વધુ રન પ્રિયમ ગર્ગે ફટકાર્યા, પ્રિયમ ગર્ગની આઈપીએલ કરિયરની આ પહેલી સીઝન છે જેમાં તેણે પોતાની 51 રને અડીખમ રહી પહેલી આઈપીએલ ફીફ્ટી ફટકારી છે. અભિશેક શર્માએ 31 રન, મનિષ પાંડેએ 29 રન અને ડેવિડ વોર્નરે 28 રનની નોંધનીય ઈનિંગ રમી.

ચેન્નઈના બોલર્સનું પ્રદર્શન જોરદાર રહ્યું. દિપક ચહરે 4 ઓવરમાં 31 રન આપી 2 વિકેટ ખેરવી લીધી જ્યારે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ ખેરવી અને પિયૂષ ચાવલાએ 3 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ ખેરવી લીધી. સનરાઈઝર્સ હૈદરાબાદે 164 રન ફટકારતાં ચેન્ની સુપર કિંગ્સને જીતવા માટે 165 રન જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X