ભારત વિ. ઇંગ્લેન્ડ - ભારતે ઇંગ્લેન્ડને 382 રનનો લક્ષ્યાંક આપ્યો

Written By:
Subscribe to Oneindia News

ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 382 રનનો લક્ષ્યાંક આપ્યો છે, મેદાનમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમને 4થી ઓવરમાં જ પહેલો ઝાટકો મળ્યો. 28 રન સાથે ઇંગ્લેન્ડે એડી હેલ્સ (14)ના રૂપમાં 1લી વિકેટ ગુમાવી, આ વિકેટ બુમરાહે લીધી.

અહીં વાંચો - ખૂંખાર આંતકી અબૂ મૂસાને સેનાએ મોતને ઘાટ ઉતાર્યો

virat kohli

આજનો સ્કોર

 • ભારતે 50 ઓવરમાં 6 વિકેટ સાથે 381 રન બનાવ્યા છે.
 • આ પહેલાં યુવરાજ સિંહે પોતાના કરિયરનો બેસ્ટ સ્કોર  કરતાં 150 રન બનાવ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 134 રન સાથે શાનદાર સદી ફટકારી.
 • યુવરાજ અને ધોનીએ મળીને 256 રન કર્યા હતા.
 • યુવરાજે સિંહે વનડે મેચમાં પોતાની 14મી સદી પૂરી કરી છે, ઇંગ્લેન્ડ સામેની વનડેમાં આ તેમની 4થી સદી છે.
yuvraj singh
 • મેચની ત્રીજી ઓવરમાં ભારતને 2 ઝાટકા લાગ્યા, ક્રિસ વોક્સે પહેલી બોલમાં લોકેશ રાહુલ (5) ને આઉટ કર્યા અને તેમની છેલ્લી બોલ પર કપ્તાન વિરાટ કોહલી (8) આઉટ થયા.
 • મેચની પહેલી બોલ પર જ લોકેશ રાહુલે ચોગ્ગો માર્યો.
 • ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
 • ઇંગ્લેન્ડની ટીમમાં એક પરિવર્તન - લેગ સ્પિન બોલર આદિલ રાશિદના સ્થાને લિયામ પ્લંકેટનો સમાવેશ કરવામાં આવ્યા.
 • ભારતીય ટીમમાં ઉમેશ યાદવના સ્થાને ભુવનેશ્વર કુમારને સ્થાન આપવામાં આવ્યું.

પહેલી વન ડેમાં ઐતિહાસિક જીત

રવિવારે પુનામાં રમાયેલી આ જ શ્રુંખલાની પહેલી મેચમાં વિરાટ કોહલી અને કેદાર જાધવે મળીને ભારતને ઐતિહાસિક જીત આપાવી હતી. વિરાટ કોહલી (122) અને કેદાર જાધવે (120) રન કરી 200 રનની ભાગીદારી નોંધાવી હતી. આજ પણ ક્રિકેટ રસિયાઓ કંઇક આવા જ પર્ફોમન્સની રાહ જોઇને બેઠા છે.

કટકમાં ભારતનું પ્રદર્શન

 • આ મેદાનમાં ભારતીય ટીમ આજ સુધી 17 મેચ રમી ચૂકી છે, જેમાંથી 11 મેચોમાં ભારતીય ટીમ વિજેતા રહી અને બે મેચ રદ્દ થઇ હતી.
 • ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આ મેદાનમાં કુલ ચાર મેચો રમાઇ ચૂકી છે, જેમાંથી બંન્ને ટીમે બે વાર વિજેતા રહી છે.

આજની મેચની વાત કરીએ તો, આજે ભારતે પોતાની બોલિંગ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, તો સામે ઇંગ્લેન્જની ટીમે ભારતીય પરિસ્થિતિમાં બોલિંગ કરવા સાથે જ ભારતીય ટીમના બેસ્ટ બેટ્સમેન સામે ટકી રહેવાનો મોટો પડકાર છે.

અહીં વાંચો - ધોની કેપ્ટન તરીકે છેલ્લી મેચ હાર્યા, પણ લોકોનાં મન જીત્યાં..

ટીમ (સંભાવિત):

ભારત - વિરાટ કોહલી(કપ્તાન), મેહન્દ્ર સિંહ ધોની(વિકેટકીપર), શિખર ધવન, યુવરાજ સિંહ, લોકેશ રાહુલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા

ઇંગ્લેન્ડ - ઇયાન મોર્ગન(કપ્તાન), એલેક્સ હેલ્સ, જેસન રૉય, જોસ બટલર(વિકેટકીપર), જેક બૉલ, ક્રિસ વોક્સ, બેન સ્ટોક્સ, જોએ રૂટ, મોઇન અલી, લિયામ પ્લંકેટ, ડેવિડ વિલે

English summary
After guiding India to a thrilling three-wicket win against England in his maiden One-day International (ODI) as full-time skipper, Virat Kohli will be aiming to clinch the three-match series by grabbing the second ODI too Cuttack on Thursday.
Please Wait while comments are loading...