DC vs RCB: સોલ્ટની તોફાની બેટિંગ, દિલ્હીની 7 વિકેટે જીત
IPLની 51મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ હતી. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 181 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 16.4 ઓવરમાં 187 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. જીત સાથે દિલ્હીની પ્લેઓફ માટેની આશાઓ જીવંત રહી છે.

દિલ્હીના બેટ્સમેનઓએ બેંગલોરના બોલરોની ધોલાઇ કરી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર 22 રન બનાવી આઉટ થઇ ગયો હતો. ફિલિપ સોલ્ટે 45 બોલમાં 87 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ ઉપરાંત મિશેલ માર્શે 26 રન બનાવ્યા હતા. રેઇલી રસ્સોએ દિલ્હી માટે વિનિંગ સિક્સ મારી હતી. રસ્સોએ 35 રન બનાવી અણનમ રહ્યો હતો.
બેંગલોરના ઓપનર વિરાટ કોહલીએ પોતાના આઇપીએલ કરીયરની 50મી ફિફ્ટી ફટકારી હતી. કોહલીએ 46 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ સાથે ફાફ ડુ પ્લેસિસે 32 બોલમાં 45 રન બનાવ્યા હતા. આ સાથે મહિપાલ લોમરોરે પોતાના આઇપીએલ કરીયરની પ્રથમ ફિફ્ટી મારી હતી. લોમરોરે 29 બોલમાં 54 રન બનાવ્યા હતા.
આ ઉપરાંત દિલ્હીના બોલર મિશેલ માર્શને 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ખલીલ અહેમદને 1 તથા મુકેશ કુમારને 1 વિકેટ મળી હતી.












Click it and Unblock the Notifications
