ENG vs SL: એન્જેલો મેથ્યુઝ સામે ઘૂંટણિયે પડી ઇંગ્લેન્ડની ટીમ, 156 રનમાં ઓલઆઉટ
ENG vs SL: ઈંગ્લેન્ડે શ્રીલંકાને 157 રનનો ટાર્ગેટ આપ્યો છે. શ્રીલંકાના બોલરોએ ઇકોનોમી બોલિંગ કરીને ઈંગ્લેન્ડની ટીમને 156 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. શ્રીલંકન ટીમ માટે લાહિરુ કુમારાએ 3 વિકેટ લીધી હતી. આ સાથે કસુન અને મેથ્યુઝે 2-2 વિકેટ તેમજ તિક્ષાનાએ છેલ્લી વિકેટ લઈને પોતાનું ખાતું ખોલાવ્યું હતું.
જોસ બટલર ફરી ફ્લોપઃ ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર આ મેચમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો. જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે, ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકાના બોલરો સામે મોટો સ્કોર બનાવવામાં સફળ રહેશે, પરંતુ ઈંગ્લેન્ડની શરૂઆત એવી રહી ન હતી. ઈંગ્લેન્ડે પ્રથમ વિકેટ માટે 45 રન ઉમેર્યા હતા અને 123 રન પૂરા થયા ત્યાં સુધીમાં સાત ખેલાડીઓ પેવેલિયન પરત ફર્યા હતા.
હરિસ રૌફ કરતાં વધુ સારો બોલર - બે મહત્વની વિકેટ લેવાની સાથે જ મેથ્યુસે ઈંગ્લેન્ડ ટીમના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન જો રૂટને રનઆઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. આ સિવાય તેણે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પોતાની બોલિંગથી બાંધી રાખ્યા હતા.
તેણે ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી હતી. એન્જેલો મેથ્યુસની બોલિંગ જોઈને સોશિયલ મીડિયા પર કેટલાક ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. આવા સમયે, કેટલાક ચાહકો કહી રહ્યા છે કે, તે પાકિસ્તાનના ઝડપી બોલર હરિસ રઉફ કરતા સારો બોલર છે.
ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપની મહત્વની મેચ રમાઈ રહી છે. બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી ચાર મેચોમાંથી બંને ટીમોને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવા સમયે, ચારમાંથી માત્ર એક જ મેચ જીતી શકી છે. ઇંગ્લેન્ડ અને શ્રીલંકા આ મેચ જીતીને સેમિફાઇનલની પોતાની આશા જીવંત રાખવાનો પ્રયાસ કરશે.












Click it and Unblock the Notifications
