Video: ચાહકે રોહિત શર્માને કિસ કરતા રિતિકાએ કહ્યું- ચહલ આપણી કોમ્પિટિશન વધી ગઈ

Video: ચાહકે રોહિત શર્માને કિસ કરતા રિતિકાએ કહ્યું કે...

નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારતીય ટીમની કમાન સંભાળનાર હીટમેન રોહિત શર્મા હાલ ટેસ્ટ ટીમથી બહાર છે, તેવામાં રોહિત શર્મા વિજય હજારે ટ્રૉફી રમીને આગામી સિરીઝ માટે તૈયારી કરી રહ્યા છે. મુંબઈ માટે રમતા રોહિત શર્માએ ક્વાર્ટર ફાઈનલમાં સારું પ્રદર્શન કર્યું અને 33 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમે આ મેચ 9 વિકેટથી જીતી લીધો હતો. આ મેચ દરમિયાન કંઈક એવું થયું જેને જોઈ લોકો દંગ રહી ગયા હતા. વાત એમ હતી કે મેચ ખતમ થયા બાદ એક ફેન મેદાનમાં ઘૂસી ગયો હતો. રોહિત શર્મા જ્યારે મેદાનથી બહાર જઈ રહ્યો હતો તો એ ચાહકે શર્માને પગે લાગ્યો પણ એટલેથી તે ન અટક્યો, રોહિત શર્માને ગળે મળ્યો અને બીજા ગાલ પર રોહિત શર્માને કિસ કરવાનો જ હતો કે રોહિત શર્મા તેનાથી બચીને દૂર થઈ ગયો. જે બાદ આ ફેન નાચતાં કૂદતાં સ્ટેડિયમમાં ચાલ્યો યો. સુરક્ષાકર્મીને ખ્યાલ જ ન આવ્યો કે આ ફેન મેદાનમાં ક્યારે ઘૂસી ગયો હતો.

રિતિકા સજદેહે યુઝવેન્દ્ર ચહલને ટેગ કર્યો

રિતિકા સજદેહે યુઝવેન્દ્ર ચહલને ટેગ કર્યો

રોહિત શર્માને કિસ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સમાચાર અખબારમાં પ્રકાશિત કરવામાં આવ્યા. જે બાદ રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતા યુઝવેન્દ્ર ચહલને ટેગ કર્યો. જેમાં લખ્યું, 'હવે આપણા બંને માટે આકરો પડકાર છે.'

વીડિયો જુઓ

રિતિકાની આ પોસ્ટ પર યુઝવેન્દ્ર ચહલે લખ્યું કે, "ભાભી યે ક્યા હો રહા હૈ, યે ક્યા હો રહા હૈ." જણાવી દઈએ કે રિતિકા અને યુઝવેન્દ્રની હંમેશા આવી મીઠી નોકઝોક થતી રહે છે,

આ ત્રીજી ઘટના

આ ત્રીજી ઘટના

જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટના પહેલા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયા ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે એક દર્શક સુરક્ષા ઘેરાને તોડીને સ્ટેડિયમમાં ઘૂસ આવ્યો હતો અને વિરાટ કોહલીને ગળે લગાવવાની કોશિશ કરી હતી. હાલના દિવસોમાં મેદાનમાં ચાહકોની ઘૂંસપેઠની આ ત્રીજી ઘટના છે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ દરમિયાન વિરાટ કોહલી સાથે આવું બે વાર થઈ ચૂક્યું છે હવે રોહિત શર્મા સાથે પણ આવું જ કંઈક થયું છે. એવામાં સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X