• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાબર આઝમની જર્સી પર દારૂની બ્રાન્ડનો લોગો જોઈ લોકો ભડક્યા, પાકિસ્તાન ફેન્સ નારાજ થયા

|

નવી દિલ્હીઃ બાબર આઝમ હાલના વર્ષોમાં પાકિસ્તાનને બેટિંગ ક્રમનું કેન્દ્ર બિંદુ રહ્યા છે. આ નાની અવધીમાં જમોડી ખેલાડીએ જે સફળતા હાંસલ કરી છે તેને કારણે વર્તમાન યુગના શ્રેષ્ઠ બેટ્સમેન સાથે તેની સરખામણી થઈ રહી છે. 25 વર્ષીય આજમ હાલના દિવસોમાં સારા લયમાં જોવાા મળી રહ્યા છે, જો કે તેઓ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ત્રણ આંકડાને પાર નહોતા કરી શક્યા, છતાં તેમના પ્રદર્શનના બહુ વખાણ થયાં હતાં.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી 20 સીરીઝની ઠીક બાદ આઝમ ટી 20 બ્લાસ્ટમાં સમરસેટ તરફથી સામેલ થયા છે. દર વખતેની જેમ આ વખતે પણ અગમ્ય કારણોસર પાકિસ્તાની બેટ્સમેન ચર્ચામાં રહ્યો. સમરસેટ ટીમ પાસે એક દારૂની બ્રાંડ છે, જે તેમના સ્પોન્સર છે અને બાબર આઝમની જર્સી પર બ્રાન્ડનું નામ જોઈ ફેન્સ ભડકી ઉઠ્યા.

આ વાતથી પાકિસ્તાનમાં બાબર આઝમના ફેન્સ ઘણા નારાજ અને દુખી થયા હતા. તેમના પ્રશંસકોમાં એટલી નારાજગી ફેલાઈ ગઈ હતી કે તેમણે ટ્વિટર પર ભારે હંગામો મચાવ્યો હતો. વિશેષ રૂપે ઈસ્લામમાં દારૂને વર્જિત માનવામાં આવ્યો છે અને અન્ય દેશોના લગભગ તમામ પાકિસ્તાન અને મુસ્લિમ ખેલાડી જર્સી પર દારૂની બ્રાન્ડનું સમર્થન કરવાનો ઈનકાર કરે છે.

જો કે બાદમાં માલૂમ પડ્યું કે આ એક ત્રુટિ હતી જેને આગામી મેચમાં ઠીક કરી લેવાશે. સમરસેટ દારૂની બ્રાન્ડનો લોગો બાબરની જર્સી પરથી હટાવી લેશે.

પાકિસ્તાની પત્રકાર સજ સાદિકે પોતાના ટ્વીટમાં પુષ્ટિ કરી કે, બાબર આઝમની સમરસેટ શર્ટ પર દારૂની બ્રાન્ડ માટે ભૂલથી સ્પોન્સર લોગો છપાવી દેવામાં આવ્યો હતો. સમરસેટ ટી 20 બ્લાસ્ટમાં પોતાની આગલી મેચ પહેલા લોગોને હટાવી દેશે.

બાબર આઝમ ટી20 ફોર્મેટમાં ICCની બેટિંગ રેન્કિંગ પર ચાર્ચમાં સૌથી ઉપર આવે છે. તેમને ટેક્નિકલ રીતે સૌથી વધુ મજબૂત ખેલાડીના રૂપમાં ઓળખવામાં આવે છે અને તેમનું પ્રદર્શન પણ બોલે છે. આ જમોડી ખેલાડી દુનિયાનો એકમાત્ર ખેલાડી છે જે ત્રણેય ફોર્મેટના શીર્ષ 5 ખેલાડીઓના રેન્કિંગમાં સામેલ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
fans dislikes liquor logo on babar azam's jersey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X