વર્ષ 2017ના એ 5 રેકોર્ડ, જે તોડવા છે મુશ્કેલ

Written By:
Subscribe to Oneindia News

વર્ષ 2017ની શરૂઆતમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા ટીમ ખૂબ ખરાબ હાલતમાં હતી. જેમ-જેમ વર્ષ આગળ વધ્યું એમ રમતનું વલણ પણ બદલાતું ગયું. પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં ભારતને હરાવીને તમામ ટીકાખોરને આકરો જવાબ આપ્યો હતો, પરંતુ શ્રીલંકાની ટીમ માટે આ વર્ષ ખૂબ ખરાબ રહ્યું, તો વેસ્ટ ઇન્ડિઝને અનેક પડકારોનો સામનો કર્યા બાદ 2019 વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળ્યો. આજે અમે તમને ક્રિકેટ જગતના વર્ષ 2017માં બનેલ એવા જ કેટલાક રેકોર્ડ્સ અંગે માહિતી આપવા જઇ રહ્યાં છીએ. આ એવા રેકોર્ડ્સ છે, જે તોડવા ખૂબ મુશ્કેલ છે.

1 વર્ષમાં 7 કપ્તાન

1 વર્ષમાં 7 કપ્તાન

શ્રીલંકાની ટીમ માટે આ વર્ષ ખૂબ પડકારજનક રહ્યું. રમતમાં સતત મળતી હારના પરિણામે શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં અનેક પરિવર્તન કરવામાં આવ્યા હતા. ખેલાડીઓ ઉપરાંત આ ટીમે કપ્તાન બદલવામાં પણ એક ખાસ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. આ એક વર્ષમાં તમામ ફોર્મેટ મળીને શ્રીલંકાની ટીમે 7 કપ્તાન બદલ્યા છે. આ સાત ખેલાડી છે - ઉપુલ થરંગા, એન્જેલો મેથ્યૂઝ, દિનેશ ચાંદીમલ, રંગના હૈરાથ, થિસારા પરેરા, ચમીરા કપુગેદરા અને લસિથ મલિંગા. આ પહેલાં વર્ષ 2011માં ઇંગ્લેન્ડ અને વર્ષ 2001માં ઝિમ્બાબ્વેએ 6 કપ્તાન બદલ્યા હતા.

વર્ષમાં માત્ર એક વિજય

વર્ષમાં માત્ર એક વિજય

આ વર્ષે શ્રીલંકાએ ભારત સામે 2 ટેસ્ટ, બે વન ડે અને બે ટી-20 સીરિઝમાં મુકાબલો કર્યો હતો અને તમામ હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. માત્ર એક વન ડે મેચમાં ભારતીય ટીમની હીર થઇ હતી. રોહિત શર્માની આગેવાનીમાં ધર્મશાળામાં રમાયેલ વન ડેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે તમામ ફોર્મેટમાં ભારત સામે રમાયેલ 18 મેચોમાંથી શ્રીલંકા માત્ર 1 મેચ જીત્યું હતું, જ્યારે બાકીની બે મેચો ડ્રો થઇ હતી.

1 દિવસમાં 2 હેટ્રિક

1 દિવસમાં 2 હેટ્રિક

આઇપીએલ ખૂબ રોમાંચક રહે છે, પરંતુ આ વખતે આઇપીએલમાં એક એવો રેકોર્ડ બન્યો હતો, જે પહેલાં ક્યારેય નથી બન્યો. 2017ની આઇપીએલ સિઝનમાં એક જ દિવસમાં બે બોલર્સે હેટ્રિક લઇ કમાલ કરી બતાવ્યો હતો. 14 એપ્રિલના રોજ મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના સેમ્યુઅલ બદ્રીએ શાનદાર હેટ્રિક લીધી હતી. એ જ દિવસે રમાયેલ બીજી મેચમાં ગુજરાત લાયન્સના એન્ડ્ર્યૂ ટાયે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ સામે હેટ્રિક લીધી હતી.

રોહિત શર્માની 3જી ડબલ સેન્ચુરી

રોહિત શર્માની 3જી ડબલ સેન્ચુરી

આ વર્ષ ભારતીય ખેલાડીઓને નામ રહ્યું છે. એમાં પણ ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માની રમતે સૌનું ધ્યાન ખેંચ્યુ હતું. રોહિત શર્માએ શ્રીલંકા સામેની બીજી વન ડેમાં પોતાની ત્રીજી ડબલ વન ડે સન્ચુરી ફટકારી હતી. રાહિત શર્મા દુનિયાના એક માત્ર બોલર છે, જેના નામે વન ડેમાં ત્રણ ડબલ સેન્ચુરી છે. દુનિયાનો કોઇપણ બોલર હજુ સુધી વન ડેમાં એકથી વધુ ડબલ સેન્ચુરી નથી ફટકારી શક્યો. રોહિતે બે વાર શ્રીલંકા સામેની મેચમાં જ આ કમાલ કરી દેખાડ્યો છે.

ટીમ ઇન્ડિયાનો ખાસ રેકોર્ડ

ટીમ ઇન્ડિયાનો ખાસ રેકોર્ડ

વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા આ વર્ષે એક પણ દ્વિપક્ષીય સીરિઝ નથી હારી.આ વર્ષે દરેક ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા સતત મેચ જીતી છે. વર્ષ 2017માં ભારતે શ્રીલંકા સામે કોઇ ઘરેલુ મેચ હાર્યા વિના સતત 20 ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 1982થી ટીમ ઇન્ડિયા દેશમાં શ્રીલંકા સામે રમાયેલ એક પણ ટેસ્ટ મેચ નથી હારી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Flashback 2017: Unbreakable Cricket Record of 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.