GT vs DC : દિલ્હીએ ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સ સામેના મુકાબલામાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમ આ મેચમાં જીત માટે પુરી તાકાત લગાવશે.
ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ બંને માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ગુજરાત ટાઇટન્સે છેલ્લી 6માંથી ત્રણ મેચ જીતી છે. ૉત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો છેલ્લી 6 મેચમાં દિલ્હીની ટીમ માત્ર બે મેચ જીતવામાં સફળ રહી છે.
છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ટેબલ ટોપર રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. રાજસ્થાન રોયલ્સને હરાવીને ગુજરાત વધુ એક જીત માટે મેદાનમાં ઉતરશે.
બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમ પણ તેની અગાઉની મેચ જીતવામાં સફળ રહી હતી. દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે શાનદાર જીત હાંસલ કરીને પ્લેઓફની રેસમાં પોતાની જાતને સાચવી રાખી છે.
બંને ટીમો વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધીમાં એકબીજા સામે ત્રણ મેચ રમી છે. જેમાંથી ગુજરાત ટાઇટન્સ બે મેચ જીતવામાં સફળ રહી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમે એક મેચ જીતી છે. ગુજરાત સામે દિલ્હીનો સર્વોચ્ચ સ્કોર 162 રન છે. ગુજરાતે દિલ્હી સામે સૌથી વધુ 171 રન બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
