ગુજરાતની તસ્નીમ મીર બની વિશ્વની નંબર 1 અન્ડર 19 ખેલાડી, સાઇના અને સિંધુ પણ નહોતી કરી શકી આ કમાલ

ભારતીય બેડમિન્ટન માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. યુવા ખેલાડી તસ્નીમ મીર બુધવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં વિશ્વની નંબર વન જુનિયર ખેલાડી બની ગઈ છે. 16 વર્ષની તસ્નીમ BWF અંડર-19 મહિલા સિંગલ્સમાં વિશ્વની નંબર વન ખ

ભારતીય બેડમિન્ટન માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. યુવા ખેલાડી તસ્નીમ મીર બુધવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં વિશ્વની નંબર વન જુનિયર ખેલાડી બની ગઈ છે. 16 વર્ષની તસ્નીમ BWF અંડર-19 મહિલા સિંગલ્સમાં વિશ્વની નંબર વન ખેલાડી બનનાર પ્રથમ ભારતીય છે. તાજેતરમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે, જેનુ તેને ઇનામ મળ્યુ છે.

Tasnim Mir

આ સાથે તસ્નીમે તે સ્થાન હાંસલ કર્યું જે સાઈના નેહવાલ અને પીવી સિંધુ પણ જુનિયર સ્તરે કરી શક્યા ન હતા. BWF જુનિયર રેન્કિંગની શરૂઆત 2011માં કરવામાં આવી હતી અને ત્યારબાદ સાઈના નેહવાલ જુનિયર રેન્કિંગના માપદંડોને પૂર્ણ કરી શકી ન હતી. સિંધુ તેના અંડર-19 દિવસો દરમિયાન નંબર-2 પર પહોંચી હતી. જુનિયર સ્તરે મહિલા સિંગલ્સમાં ભારતીય ખેલાડી દ્વારા આ શ્રેષ્ઠ રેન્કિંગ હતું.

તસ્નીમે અંડર-19 સ્તરે વિશ્વની નંબર વન ખેલાડી બનીને સાબિત કરી દીધું છે કે ભારત મહિલા સિંગલ્સમાં કેટલી સારી રીતે તૈયાર છે. તે લાંબા સમયથી ચાલતો ખેલાડી માનવામાં આવે છે. તે હવે માત્ર 16 વર્ષની છે. તસ્નીમ મીર ગુજરાતમાંથી આવે છે. તેના પિતા ગુજરાત પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર છે. તસ્નીમે જુનિયર ઈન્ટરનેશનલ લેવલે ચાર ટાઈટલ જીત્યા છે. આમાં બલ્ગેરિયન જુનિયર ચેમ્પિયનશીપ, અલ્પેસ ઈન્ટરનેશનલ અને બેલ્જિયન જુનિયર્સનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X