ગુજરાતના યુવા સ્ટારની ધમાલ, 498 રનની ધમાકેદાર ઈનિંગ રમી ઇતિહાસ રચ્યો
ક્રિકેટની દુનિયામાં ગુજરાતના એક યુવા ક્રિકેટરે ધમાકો કર્યો છે. નાની ઉમરના આ ખેલાડીની સિદ્ધીની પુરી દુનિયામાં ચર્ચા થઈ રહી છે.
આ ક્રિકેટરે ધમાકેદાર બેટિંગ કરતા મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ બેટ્સમેને 498 રનની ઈનિંગ રમીને ટીમને જીત સુધી પહોંચાડી દીધી.

દિવાન બલ્લુભાઈ અંડર 19 ટ્રોફીમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૃલ તકરફથી રમતા દ્રોણ દેસાઈ નામના ક્રિકેટરે ક્રિકેટની દુનિયાનું ધ્યાન તેની તરફ ખેંચ્યુ છે. દ્રોણ દેસાઈએ ભારતીય સ્કૂલ ક્રિકેટ હિસ્ટ્રીના શાનદાર ખેલાડીઓમાં તેનું નામ નોધાવ્યુ છે.
દ્રોણ દેસાઈએ અમદાવાદના સેન્ટ્રલ બોર્ડ દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશન હેઠળ યોજાયેલી ટૂર્નામેન્ટમાં વિસ્ફોટક બેટિંગ કરી. તેણે 498 રન બનાવ્યા અને 320 બોલનો સામનો કર્યો.
પોતાની ઇનિંગ દરમિયાન દ્રોણે ચોગ્ગા-છગ્ગાથી લોકોનું ખુબ મનોરંજન કર્યુ. દ્રોણે 86 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. તેની ટીમે એક દાવ અને 712 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી.
આ ઇનિંગ સાથે દ્રોણનું નામ યુવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયું જેણે રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આમાં પહેલું નામ પ્રણવ ધનાવડે છે, તેણે અણનમ 1009 રન બનાવ્યા હતા. તે સિવાય પૃથ્વી શૉએ 546 રન, ડૉ. હેવવાલાએ 515 રન અને ચમલલાલે 506 અણનમ રન બનાવ્યા હતા. તેના સિવાય અરમાન જાફરે પણ 498 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
