હાર્દિક પંડ્યા પત્ની નતાશાથી અલગ થઈ ગયો છે? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનલા હાર્દિક પંડ્યા માટે આઈપીએલની આ સિઝન બહુ સારી નથી રહી. બીજી તરફ અહેવાલો આવી રહ્યા છે કે તેની પત્નીથી અલગ થઈ રહ્યો છે.
મુંબઈના કેપ્ટન બન્યા બાદ પંડ્યાના ખરાબ દિવસોની શરૂઆત થઈ છે. આઈપીએલમાં પણ પ્રદર્શન ખરાબ રહ્યું. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માત્ર 4 મેચ જીતી શકી અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે હતી.

વ્યક્તિગત પ્રદર્શન વિશે વાત કરીએ તો હાર્દિક પંડ્યા નિષ્ફળ રહ્યો છે. તે બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ સાબિત થયો છે. હવે તેના અંગત જીવન વિશે સમાચાર આવ્યા છે કે તેમાં પણ સારું નથી.
અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ ઠીક નથી. Reddit પર એક વાયરલ પોસ્ટમાં પૂછાયુ કે શું હાર્દિક અને નતાશા અલગ થઈ ગયા? જો કે આ એક અનુમાન છે, પરંતુ બંને એકબીજાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા જોવા મળતા નથી.
રેડિટ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે 4 માર્ચે નતાશાનો જન્મદિવસ હતો પરંતુ હાર્દિકે વિશ નહોતુ કર્યુ. આ સિવાય નતાશાએ પોતાની અને હાર્દિકની તાજેતરની તસવીરો હટાવી દીધી છે. જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હાર્દિક અને નતાશા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.
આ બધા દાવા હોવા છતાં તેમાં સત્ય શું છે તે કોઈને ખબર નથી. નતાશાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાર્દિક સાથેનો ફોટો 14મી ફેબ્રુઆરીનો છે. આ પછીના તમામ ફોટા એકલા નતાશાના છે.
હાલ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પંડ્યા સાથે નતાશાના સંબંધો સારા નથી. આગામી સમયમાં આ અંગે શું બહાર આવે છે તે જોવું રહ્યું. જો કે બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
