ક્રિકેટ જગતની 5 સૌથી સુંદર જોડીઓ, નંબર 3ના થતા હતા ખૂબ જ ખર્ચા

ક્રિકેટ જગતમાં જાણીતા ખેલાડીઓની પત્નીઓની પણ ખૂબ જ ચર્ચા થતી હોય છે. વાત તેમની સાદગીની હોય કે સુંદરતાની ચર્ચા ખૂબ જ થતી હોય છે.

ક્રિકેટ જગતમાં જાણીતા ખેલાડીઓની પત્નીઓની પણ ખૂબ જ ચર્ચા થતી હોય છે. વાત તેમની સાદગીની હોય કે સુંદરતાની ચર્ચા ખૂબ જ થતી હોય છે. દરેક ટીમના ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને કોઈને કોઈ ટુર પર સાથે રાખવાની પરવાનગી આપે છે. મેચ દરમિયાન કેમેરામેનનું ફોકસ ફક્ત મેદાન પરના બેટ્સમેનો પર જ નહીં પરંતુ તેમની પત્નીઓ પર પણ હોય છે, જેને કારણે ફેન્સ પણ આકર્ષિત થઈ જાય છે. આમ તો ઘણી જોડીઓ પોતાના અંદાજને લઈને તે મીડિયામાં છવાયેલા રહે છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે ક્રિકેટ જગતની એવી 5 સુંદર જોડીઓ વિશે જે હંમેશા ચર્ચામાં રહે છે, જેમાંથી 3 નંબરની જોડી સૌથી ચર્ચિત છે.

1. શાકિબ-ઉમ્મી

1. શાકિબ-ઉમ્મી

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન અને અમ્મી અહમદ શિસિરની જોડી સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહે છે. જો સવાલ હોય કે બાંગ્લાદેશી ક્રિકેટરોમાં સૌથી સુંદર જોડી કોની છે, તો હોઠ પર સૌથી પહેલું નામ આ જ જોડીનું આવશે. બંનેના લવ મેરેજ છે. બંનેએ 12 ડિસેમ્બર 2012ના રોજ લગ્ન કર્યા હતા. ઉમ્મી કોઈ મોડેલ કરતા ઉતરતી નથી અને તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શૅર કરતી રહે છે. ઉમ્મીની અદાઓ હિરોઈન્સ કરતા પણ શાનદાર હોય છે. તેના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 10 લાખ કરતા પણ વધુ છે.

2. રસેલ-લોરા

2. રસેલ-લોરા

આઈપીએલ દરમિયાન જો વિન્ડીઝ ઓલરાઉન્ડર આંદ્રે રસેલનું બેટ ચાલે તો પછી તેમની પત્ની જેસન લારાનો ઉલ્લેખ તો થાય જ છે. લોરા હાલ માં બનવાની છે. જેનો ખુલાસો તાજેતરમાં જ રસેલે કર્યો છે. આ જોડી પણ ક્રિકેટ જગતની મશહૂર જોડીઓમાંની એક છે. લોરા એક સુપર મોડેલ છે, સાથે સથે જ સોશિયલ સેલિબ્રિટી પણ છે. તેમની અદાઓ પણ હોલીવુડ અભિનેત્રીને માત આપે છે. પોતાના ગ્લેમર અને હોટનેસથી તે હિરોઈન્સને ટક્કર આપે છે. રસેલે વર્ષ 2016માં લોરા સાથે લગ્ન કર્યા હતા. લોરાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેની હોટ તસવીરોથી ભરચક છે, જ્યાં તેના ફોલોઅર્સની સંખ્યા 3 લાખ 47 હજારથી વધુ છે.

3. વિરાટ-અનુષ્કા

3. વિરાટ-અનુષ્કા

ક્રિકેટ જગતમાં જો કોઈ જોડીની સૌથી વધુ ચર્ચા થાય તો તે વિરુષ્કાની જોડી એટલે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની છે. કોહલી કેપ્ટન છે, તો અનુષ્કા બોલીવુડની ટોચની હિરોઈન છે. બંને રોજ કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. આ જોડી એકસાથે સોશિયલ મીડિયા પર પણ તસવીરો શૅર કરે છે, જેને જોઈને ફેન્સ પણ ખુશ થઈ જાય છે. કોહલીએ વર્ષ 2017માં લંડનમાં જઈને અનુષ્કા સાથે લગ્ન કર્યા હતા. જો કે તેમના વચ્ચે સંબંધની ચર્ચા તો 2013થી થતી હતી, જ્યારે બંનેની મુલાકાત એક એડના શૂટિંગ દરમિયાન થઈ હતી. અનુષ્કાના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ 28 મિલિયન છે.

4. બ્રાવો અને રેજીના

4. બ્રાવો અને રેજીના

વિન્ડીઝ ટીમના પૂર્વ ક્રિકેટર ડ્વેન બ્રાવો પણ પત્ની રેજીના રામજીથને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. એક તરફ બ્રાવો સિંગિંગ દ્વારા લોકોનું મનોરંજન કરે છે તો બીજી તરફ તેમની પત્ની અને જાણીતી મોડેલ તેમ જ ડાન્સર તરીકે જાણીતી છે. રેજીના રામજીથ જાણીતી સાંબા ડાન્સર છે. રેજીના દેખાવમાં હોટ છે, એ વાતનો અંદાજો એ વાતથી આવે છે કે 2013માં મિસ વર્લ્ડમાં પણ પાર્ટ લઈ ચૂકી છે. રેજીના રામજીથ સાથે બ્રાવો લાંબા સમયથી રિલેશનશિપમાં હતા, બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. રેજીનાના ઈન્સ્ટાગ્રામ પર 39 હજારથી વધુ ફોલોઅર્સ છે.

5. રોહિત-રિતિકા

5. રોહિત-રિતિકા

જો વાત સૌથી કૂલ જોડીની આવે તો ઓપનર રોહિત શર્મા અને રિતિકા સજદેહ તેમાં સૌથી આગળ છે. રિતિકા કોઈ મોડેલ નથી, પરંતુ તે પોતાની સાદગીથી કરોડો લોકોને ફેન્સ બનાવી ચૂકી છે. રોહિત પોતાની સફળતા પાછળ પણ રિતિકાનો હાથ માને છે. આ જેડી વિવાદોથી દૂર રહીને એકબીજા પ્રત્યે સન્માન રાખે છે. રિતિકા રોજબરોજ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રોહિત સાથેની તસવીરો શૅર કરતી રહે છે. જે સમાચારોની હેડલાઈન બની જાય છે. બંનેએ 13 ડિસેમ્બર 2015માં લગ્ન કર્યા હતા. હાલ બંનેને સમીરા નામની પુત્રી પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X