IPL Auction 2023: ઇંગ્લેન્ડના હૈરી બ્રુકે તમામ રેકોર્ડ તોડ્યા, હૈદરબાદે 13.25 કરોડમાં ખરીદ્યો
આઇપીડ 2023 માટેની ખેલાડીઓને હરાજી યોજાઇ હતી જેમા ઇંગ્લેન્ડના હૈરી બ્રૂક 13.25 કલોડમાં હૈદરાબાદ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. તેના ધુઆધાર બેટિંગના જોરે તેને પસંદ કરવામાં આવ્યો છે.
IPL Auction 2023: ના પહેલા એક કલાકની અંદર ઇંગ્લેન્ડના યુવા ખેલાડી હૈરી બ્રૂકે હરાજીમાં પાછળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. 1.50 કરોડ રૂપિયના બેસ પ્રાઇઝ સાથે આ હરાજીમાં શામેલ થયેલા હૈરી બ્રુક 13.25 કરોડ રૂપિયામાં વેચાયો હતો. તેને સનરાઇજર્સ હૈદરબાદે ખરીદ્યો છે. 23 વર્ષના વર્ષના હૈરી બ્રુકને લઇને પહેલાથી જ એ માનવામાં આવતુ હતુ કે, તેને ખરીદવા માટે ફ્રૈચાયજિયો વચ્ચે સારી હોડ લાગશે અને એવુ જ થયુ. હૈરી બ્રુસ માટે સનરાઇજર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હોડ જોવા મળી હતી. પરંતુ આખરે બાજી હૈદરાબાદે મારી હતી. રાજસ્થાન રોયલ્સે આ દરમિયાન હૈરી બ્રુકને ખરીદવા મટે પોતાના કુલ બેલેન્સ 13.25 કરોડ રૂપિયા દાવ પર લગાવી દિધા હતા.

ઇંગ્લેન્ડ માટે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરનાર હૈરી બ્રુકે થોડા મહિનાઓમાં પોતાના અટેકિગ ગેમથી બાધાને પ્રભાવિત કર્યા છે. તેણે હાલમાં જ પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ત્રણ ટેસ્ટ મેચમાં શતક લગાવ્યા હતા. આ કારનામું કરીને તેણે ઇતિહાસ રચી દિધો હતો. હૈરી બ્રુક ઇંગ્લેન્ડ તરફથી પાકિસ્તાન વિરુદ્ધ એક ટેસ્ટ સીરિજમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો હતો. હૈરી બ્રુક હજી સુધી 4 ટેસ્ટ મેચમાં 6 ઇનિંગ્સમાં 80ની રનરેટથી 521 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો 153 હાઇસ્કોર હતો.












Click it and Unblock the Notifications
