હું અનુષ્કા વિરુદ્ધ એક શબ્દ પણ નથી સાંભળી શકતો: વિરાટ કોહલી
નવી દિલ્હી, 22 એપ્રિલ: વિરાટ કોહલી ખુલીને પોતાના પ્રેમ અનુષ્કા અંગે લોકોને અને મીડિયા સાથે વાતચીત કરે છે. હાલમાં પોતાના બેટથી ભલ-ભલા બોલરોના છગ્ગા છોડાવનાર સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને બિલકૂલ પસંદ નથી કે લોકો તેમની પ્રેમિકા અનુષ્કા શર્મા વિશે કંઇપણ આડુ-અવળુ બોલે, તેમને એ વાત પર ખૂબ જ ગુસ્સો આવે છે.

વિરાટે જણાવ્યું કે દરેક વાત માટે તેને ટાર્ગેટ કરવી ખોટી બાબત છે, જો આપના પાર્ટનરને કોઇ કંઇ કહે તો આપ એવી રીતે ચુપચાપ બેસી શકો નહીં, એટલા માટે હું પણ રિએક્શન આપી રહ્યો છું. જોકે વિરાટે શર્માતા એ પણ જણાવ્યું કે તેઓ અનુષ્કાની સાથે ખૂબ જ ખૂશ છે અને તેમના માટે કંઇ પણ કરી શકે છે અને તેઓ તેમના દિલની ખૂબ જ નજીક છે.












Click it and Unblock the Notifications
