For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ કપ 2019 આ 5 બેટ્સમેનોની વિસ્ફોટક ઈનિંગ નક્કી કરશે નવો વર્લ્ડ ચેમ્પિયન

દુનિયાની 10 બેસ્ટ ટીમો મિશન વિશ્વકપ માટે તૈયાર છે. તમામ ટીમો ક્રિકેટના ક્રાઉનને પોતાના દેશ લઈ જવાની તૈયારીમાં વોર્મ અપ મેચ પણ રમી ચૂકી છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાની 10 બેસ્ટ ટીમો મિશન વિશ્વકપ માટે તૈયાર છે. તમામ ટીમો ક્રિકેટના ક્રાઉનને પોતાના દેશ લઈ જવાની તૈયારીમાં વોર્મ અપ મેચ પણ રમી ચૂકી છે. ક્રિકેટના બદલાયેલા નિયમો બાદ હવે આ ગેમ બેટ્સમેનોની ગેમ બની ચૂકી છે. અને નિયમો પણ બેટસમેનની ફેવરમાં બની રહ્યા છે. ફિલ્ડિંગ અને પાવર પ્લેના બદલાયેલા નિયમ બાદ હંમેશા બોલર્સ પર રન બચાવવા કસાયેલી બોલિંગ નાખવા તલવાર લટકે છે. રાહુલ દ્રવિડથી લઈને રિકી પોન્ટિંગ સુધીના દિગ્ગજો કહી ચૂક્યા છે કે આ વર્લ્ડ કપ મોટા સ્કોરવાળો વર્લ્ડ કપ હશે. ઈંગ્લેન્ડમાં સિઝન અને સ્થિતિ બેટિંગ અને બોલિંગમાં મોટી ભૂમિકા ભજવે છે. ક્રિકેટ પંડિતોની વાત માનીએ તો ઓવરકાસ્ટ કંડિશન, સ્વિંગ થતા બોલ અને પ્રેશર સિચ્યુએશન આ ત્રણ એવા ફેક્ટર છે, જેના પર જીત મેળવનાર કેપ્ટન વર્લ્ડ કપના વિજેતા સાબિત થશે. જાણો કોણ છે એ 5 બેટ્સમેન જેના પર હાલ વિશ્વના તમામ ક્રિકેટ ફેન્સની નજર છે, જે પોતાની ટીમને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વના સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: વર્લ્ડકપ 2019માં દેખાશે ગ્લેમર, આ 5 એન્કર પર રહેશે તમામની નજર

રનમશીન વિરાટ અપાવશે વર્લ્ડ કપ?

રનમશીન વિરાટ અપાવશે વર્લ્ડ કપ?

પાછલા પાંચ વર્ષમાં ઘણા બેટ્સમેને એક બાદ એક રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા. વિશ્વકપ 2019ની લિસ્ટમાં જે બેટ્સમનો પર દુનિયાની નજર છે તેમાં સૌથી ઉપર છે વિરાટ કોહલી. કોહલીને મોડર્ન ડે ક્રિકેટના ડોન બ્રેડમેન કહેવામાં આવે છે. કારણ છે કે કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બનાવેલા રન. કોહલીએ પાછલા 4 વર્ષમાં ઓડીઆઈ ક્રિકેટમાં 78.29ની સરેરાશથી 4,306 રન બનાવ્યા છે. 890 રેટિંગ પોઈન્ટ સાથે કોહલી ICC ODI રેન્કિંગમાં દુનિયાના નંબર 1 બેટ્સમેન ચે. એટલે સ્વાભાવિક છે કે ક્રિકેટના આ દિગ્ગજની હાજરીના કારમે ટીમ ઈન્ડિયા પણ વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર છે. કોહલીએ ઈંગ્લેન્ડમાં કુલ 22 વન ડે રમી છે, જેમાં તેના નામે 54.56ની સરેરાશથી 873 રન છે. ગત એક વર્,માં કોહલી પોતાના સૌથી જબરજસ્ત ફોર્મમાં છે. 2019થી અત્યાર સુધીમાં 25 વન ડેમાં કોહલીએ 90.65 રનની સરેરાશથી 1813 રન બનાવ્યા છે. કોહલી ટીમ ઈન્ડિયાની કરોડરજ્જુ છે, એટલું જ નહીં જો ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીતવો હશે તો આ ખેલાડીની ભૂમિકા મહત્વની સાબિત થવાની છે.

ડેવિડ વોર્નર કરશે ધમાકા

ડેવિડ વોર્નર કરશે ધમાકા

સેન્ડપેપર ગેટ વિવાદના લગભગ એક વર્ષનો પ્રતિબંધ પૂરો કર્યા બાદ ડેવિડ વોર્નર કમબેક કરી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાની જીત હારમાં વોર્નર મહત્વના સાબિત થશે. 2019ની આઈપીએલની 12 મેચમાં વોર્નર પોતાનું ટીઝર બતાવી ચૂક્યા છે. વોર્નર એવા બેટ્સમેન છે જે કોઈ પણ મેચની બાજી પોતાની તાકાત પર પલટી શકે છે. આઈપીએલની 12 મેચમાં વોર્નેર 69.21ની સરેરાશથી 692 રન બનાવ્યા હતા. વોર્નર ઓડીઆઈ ફોર્મેટના પણ સૌથી વિસ્ફોટક બેટસમેનમાંના એક છે. 106 ઓડીઆઈ રમી ચૂકેલા વોર્નર 43ની એવરેજથી ઓસ્ટ્રેલિયા માટે 4343 રન બનાવી ચૂક્યા છે .

શું રોહિત કરશે 'ડેડી ડબલ'

શું રોહિત કરશે 'ડેડી ડબલ'

પાછલા પાંચ વર્ષમાં વન ડે ક્રિકેટમાં જે ખેલાડીઓએ સૌથી વધુ રન બનાવ્યા છે તેમાં એક નામ રોહિત શર્માનું પણ છે. રોહિતે પાછલા ત્રણ વર્ષમાં ઓડીઆઈ ક્રિકેટની નવી વ્યાખ્યા લખી છે. હિટમેનના નામે જાણીતા રોહિતે 2015ના વર્લ્ડ કપ બાદ અત્યાર સુધીમાં 61.12ની સરેરાશથી 3790 રન બનાવ્યા છે. પરંતુ બે વોર્મ અપ મેચમાં તેમના વહેલા આઉટ થવાને કારણે ટીમ ઈન્ડિયા ચિંતિત છે. જો કે ઈંગ્લેન્ડમાં પણ આંકડા તેમના પક્ષમાં છે અને તે મોટી ઈનિંગ રમવા સક્ષમ છે. 839 રેટિંગ પોઈન્ટ સાથે આઈસીસી વન ડે રેન્કિંગમાં 2 નંબર પર રહેલા રોહિત શર્મા અત્યાર સુધી 206 વન ડેમાં 47.39ની એવરેજથી 8010 રન કરી ચૂક્યા છે. ઈંગ્લેન્ડમાં રોહિત શર્માએ 15 વન ડે રમી છે અને 57.25ની એવરેજથી 687 રન બનાવ્યા છે. 2018થી લઈને અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિતે 32 વન ડે રમી છે, જેમાં 58.74ની એવરેજથી 1586 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધવન અને રોહિતની જોડીએ છેલ્લા ત્રણ વર્ષમાં ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ઓપનર તરીકે રોહિત શર્માએ 56.48ની એવરેજથી રન બનાવ્યા છે. વન ડે ક્રિકેટ ઈતિહાસમાં 50 કે તેથી વધુ મેચ રમી ચૂકેલા કોઈ પણ ખેલાડી કરતા રોહિતની એવરેજ વધુ છે.

જોસ બટલર વરસાવશે કહેર

જોસ બટલર વરસાવશે કહેર

મોડર્ન ડે ક્રિકેટમાં હાલના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ પર કપ જીતવાની પ્રબળ દાવેદાર મનાય છે. જેની પાછળ કારણ છે ઈંગ્લેન્ડની આક્રમક બેટિંગ. ઈંગ્લેન્ડની ટીમમાં નંબર 8 સુધીના ખેલાડીઓ બેટિંગ કરી શકે છે. પરંતુ જે ખેલાડીએ પોતાનિ બેટિંગથી વન ડે ક્રિકેટની સ્થિતિ બદલી નાખી છે તેનું નામ છે જોસ બટલર 719 પોઈન્ટ સાથે નંબર 16 પર રહેલા આ બેટ્સમેને 131 વન ડેમં 41.54ની એવરેજથી 3531 રન બનાવ્યા છે. બટલર ગમે ત્યારે મેચ પલટી શકે છે. સેન્સેશનલ સ્ટ્રોક મેકિંગના માસ્ટર મનાતા બટલરે આઈપીએલ 2019ની 8 મેચમાં 38.87ની એવરેજથી 311 રન બનાવ્યા હતા. તેઓ ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડવાના પ્રબળ દાવેદાર મનાય છે. તાજેતરમાં જ બટલરે પાકિસ્તાન વિરુદ્ધ 55 બોલમાં 110 રનની ઈનિંગ રમી હતી, જેમાં 9 છક્કા અને 4 બાઉન્ડ્રી સામેલ હતી. બટલર પણ પોતાના જીવનના સૌથી પ્રાઈમ ફોર્મમાં છે. અને આ જ વાત તેમને વોચઆઉટ પ્લેયરની લિસ્ટમાં સામેલ કરે છે. આ બેટ્સમેન પર પણ આખા વિશ્વની નજર છે, જે પોતાની વિકેટકિપીંગ સ્કીલ્સને કારણે પણ ચર્ચામાં છે.

શુ મોર્ગન અપાવી શક્શે પહેલો વર્લ્ડ કપ

શુ મોર્ગન અપાવી શક્શે પહેલો વર્લ્ડ કપ

ઈંગ્લેન્ડને દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજો વર્લ્ડ કપ જીતવાનું પ્રબળ દાવેદાર માની રહ્યા છે, જેનું કારણ છે ઈંગ્લેન્ડની સંતુલિત ટીમ અને હોમ કંડિશન. 2011માં ટીમ ઈન્ડિયાએ હોમગ્રાઉન્ડ પર જ વર્લ્ડ કપ જીત્યો હતો અને હોમગ્રાઉન્ડ પર વર્લ્ડ કપ ન જીતી શકવાની માન્યતા તોડી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન ઈાન મોર્ગન પણ હવે પ્રબળ દાવેદારોની યાદીમાં ટોપ પર છે. પાછલા 4 વર્ષમાં તે પણ ઢગલાબંધ રન બનાવી ચૂક્યા ચે. મોર્ગને 46.75ની એવરેજથી ગત વર્લ્ડ કપથી અત્યાર સુધીમાં 3039 રન બનાવ્યા છે. આઈસીસી રેટિંગ પોઈન્ટ પ્રમાણે 701 પોઈન્ટ સાતે મોર્ગન 18મા નંબરે છે. ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતવા આ ખેલાડીની ભૂમિકા મહત્વની બનશે. જો કે મોર્ગન હાલ ઈન્જર્ડ છે, પરંતુ તેમણે 222 વનેડ માં 39,64ની એવરેજથી 6977 રન બનાવ્યા છે, સાથે જ મોર્ગન સ્થિતિ પ્રમાણે ગેમ બદલવામાં માહેર મનાય છે. ત્યારે જોવાનું એ રહેશે કે ઈંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ કપ જીતી શક્શે કે નહીં.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
icc cricket world cup 2019 these five batsman will Be key for making team world champion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X