ICC Rankings : T20માં સૂર્યકુમાર નંબર-1, ટેસ્ટ-ODIમાં કોણ છે નંબર વન?

ICC Rankings : ખેલાડીઓના પ્રદર્શનના આધારે, ICC રેન્કિંગ કાઢવાનું કામ કરે છે. ICC દ્વારા ટેસ્ટ, ODI અને T20 એમ ત્રણેય ફોર્મેટ માટે રેન્કિંગ જાહેર કરવામાં આવે છે.

આઈસીસી રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ હંમેશા આગમાં રહ્યા છે. હાલમાં પણ ભારતીય બેટ્સમેનોની વાત કરીએ, તો ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ ખેલાડીઓ છે.

ICC Rankings

T20માં સૂર્યકુમાર ટોપ પર : ભારતીય ટીમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ T20 ફોર્મેટમાં નંબર વન પર યથાવત છે. સૂર્યકુમાર યાદવ 889 પોઈન્ટ સાથે નંબર પોઝિશન પર છે.

જ્યારે પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 811 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 756 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.

શુભમન ગીલે ODIમાં દિલ જીતી લીધું : ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગિલ ODI રેન્કિંગમાં ચોથા સ્થાને છે. શુભમન ગિલ 743 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. જ્યારે ODI પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 880 પોઈન્ટ સાથે નંબર વન પર યથાવત છે.

દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન રાસી વાન ડેર ડુસેન 777 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર પાકિસ્તાનના ઓપનર ઈમામ ઉલ હકનું નામ છે. ઇમામ-ઉલ-હકના 752 પોઈન્ટ છે.

ટેસ્ટમાં કોણ સર્વશ્રેષ્ઠ છે : ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન 883 પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. જો રૂટ 859 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોની વાત કરીએ, તો ભારતીય કેપ્ટન રોહિત શર્મા 759 પોઈન્ટ સાથે 10માં નંબર પર છે.

આવા સમયે, ઋષભ પંચ 743 માર્ક્સ સાથે 12મા નંબર પર છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ બીજા સ્થાને છે, જ્યારે પાકિસ્તાનના બાબર આઝમ ત્રીજા નંબર પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X