ભારત વિ. અફઘાનિસ્તાનઃ ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

આજે સાઉથ કેપ્ટનમાં વિશ્વકપની 28મી મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાવા જઈ રહી છે. આ એ જ મેદાન છે જ્યાં ભારતે વિશ્વકપ 2019 અભિયાની શરૂઆત દક્ષિણ આફ્રિકાને હરાવીને કરી હતી.

આજે સાઉથ કેપ્ટનમાં વિશ્વકપની 28મી મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાવા જઈ રહી છે. આ એ જ મેદાન છે જ્યાં ભારતે વિશ્વકપ 2019 અભિયાની શરૂઆત દક્ષિણ આફ્રિકાને હરાવીને કરી હતી. આ મેચ સાથે જ ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં રાઉન્ડ-રૉબિન લીગ તબક્કાના બીજા ફેઝમાં પ્રવેશ કરી રહ્યુ છે. કાગળો પર મુકાબલો એક તરફી જોવા મળી રહ્યો છે પરંતુ વિશ્વકપમાં હાલમાં જે રીતે ચોંકાવનારા પરિણામો મળ્યા છે તેને જોતા દરેક મેચની પોતાની ગંભીરતા અને રોચકતા બની ગઈ છે.

india-afghanistan

અફઘાનિસ્તાન અત્યાર સુધી 5 મેચ રમી ચૂક્યુ છે જેમાં તેને હાર જ મળી છે. જ્યારે અજેય ચાલી રહ્યુ છે. ભારત ઈચ્છશે કે આ સરળ મેચમાં જીત મેળવીને ટુર્નામેન્ટ જીતને ચોગ્ગો લગાવવામાં આવે જેથી સેમીફાઈનલનો રસ્તો સરળ બની રહે. ભારત અત્યાર સુધી 4 મેચ રમી ચૂક્યુ છે જેમાં 3 જીત્યુ છે જ્યારે એક વરસાદને કારણે રદ થઈ હતી. પોઈન્ટ ટેબલમાં વિરાટ સેના 7 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. વળી, અફઘાનિસ્તાન છેલ્લા સ્થાને છે.

મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ અભ્યાસ નથી કર્યો. આ ભારતની છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ રણનીતિનો હિસ્સો છે કે કૌશલ યુક્ત કાર્ય અને આરામ વચ્ચે યોગ્ય સંતુલન શોધવામાં આવે. આટલી લાંબી ટુર્નામેન્ટમાં ભારત શારીરિક અને માનસિક રીતે થાક સાથે નથી રમવા ઈચ્છતુ. આ ઉપરાંત ચાર મેચોમાં 7 પોઈન્ટ મેળવીને ભારત પહેલેથી જ સારી સ્થિતિમાં પહોંચી ચૂક્યુ છે. ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. વિજય શંકરની ઈજા સંપૂર્ણપણે સારી થઈ જતા તે હવે આ મેચમાં ટીમનો હિસ્સો છે. આ મેચમાં ભુવનેશ્વર કુમાર નથી રમી રહ્યા પરંતુ તેમની જગ્યાએ મોહમ્મદ શમીને ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે.

ટીમ ઈન્ડિયાઃ લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, વિજય શંકર, એમ એસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ

ટીમ અફઘાનિસ્તાનઃ હઝરતુલ્લાહ જજઈ, ગુલબદીન નાયબ, રહમત શાહ, હશમતુલ્લા શાહિદી, અસગર અફઘાન, મોહમ્મદ નબી, ઈકરામ અલી ખિલ, નજીબુલ્લાહ જર્દાન, રાશિદ ખાન, આફતાબ આલમ, મુજીબ ઉર રહમાન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X