For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWC 2019: સાઉથ આફ્રીકાએ ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી

CWC 2019: સાઉથ આખ્રિકાએ ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે આઈસીસી વર્લ્ડ કપની પહેલી મેચ શરૂ થઈ ચૂકી છે. સાઉથ આફ્રિકાએ ટૉસ જીતી પહેલા બોલિંગ કરવાનો ફેસલો લીધો છે. ટીમ હાલના સમયમાં સારા ફોર્મમાં છે એવામાં દર્શકોને એક રોમાંચક ભરેલી મેચ જોવા મળી શકે છે. મેજબાન ટીમ ઈચ્છશે કે પોતાની ધરતી પર થઈ રહેલા આ મોટા ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવામાં આવે. વર્લ્ડ કપના વોર્મઅપ મેચ દરમિયાન બંને ટીમે સારું પ્રદર્શન કર્યું. ઈંગ્લેન્ડ જો કે પહેલી વોર્મઅપ મેચ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું અને બીજી મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ એકતરફી જીત નોંધાવી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ પોતાની પહેલી મેચમાં શ્રીલંકાને 87 રને હરાવ્યું, જ્યારે વરસાદને કારણે બીજો મુકાબલો નહોતો રમાયો.

કોનું પલડું ભારે

કોનું પલડું ભારે

જો વાત મજબૂત ટીમની કરવામાં આવે તો બંને ટીમ એકજેવી જ જોવા મળે છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી આ બંને ટીમનો 6 વખત આમનો-સામનો થયો છે જેમાં બંને ટીમ 3-3 મેચ જીતી છે. અને જો ઓલરાઉન્ડ વાત કરીએ તો આ બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 59 વનડે મેચ રમાઈ છે. જેમાંથી 26 ઈંગ્લેન્ડ અને 29 મેચ સાઉથ આફ્રિકા જીત્યું છે. એક મેચ ડ્રો થયો અને 3 મેચનાં પરિણામ નોહતાં આવ્યાં. ઈંગ્લેન્ડની પીચ પર બંને ટીમ વચ્ચે 25 મેચ રમાઈ જેમાંથી 8 મેચ સાઉથ આફ્રિકા, 15 મેચ ઈંગ્લેન્ડ જીત્યું અને 2ના પરિણામ નહોતાં આવ્યાં.

ઈંગ્લેન્ડ પ્લેઈંગ ઈલેવન

જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઈયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઈન અલી, ક્રિસ વોક્સ, લિયામ પ્લાંકેટ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ

દક્ષિણ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન

હાશિમ આમલા, ક્વિંટન ડી કોક, એડેન માર્કરામ, ફાફ ડુ પ્લેસિસ, રાસી વૈન ડેર ડૂસન, જીન- પૉલ ડ્યૂમિની, એંડિલે ફેહલુકવે, ડ્વેન પ્રિયોરિય, કાગિસો રબાડા, લુંગી નગિડી, ઈમરાન તાહિર

વિશ્વ કપ 2019 આ 5 બેટ્સમેનોની વિસ્ફોટક ઈનિંગ નક્કી કરશે નવો વર્લ્ડ ચેમ્પિયન વિશ્વ કપ 2019 આ 5 બેટ્સમેનોની વિસ્ફોટક ઈનિંગ નક્કી કરશે નવો વર્લ્ડ ચેમ્પિયન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC World Cup 2019: south africa won the toss and elected bowling first.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X