ICC World Cup 2019: દક્ષિણ આફ્રિકા સામે 3 'વિશાળ સરપ્રાઈઝ' આપવા ટીમ ઈન્ડિયાની તૈયારી

World Cup 2019: દક્ષિણ આફ્રિકા સામે 3 'વિશાળ સરપ્રાઈઝ' આપવા ટીમ ઈન્ડિયાની તૈયારી

નવી દિલ્હીઃ આખરે ક્રિકેટનો સૌથી મોટો મહોત્સવ વર્લ્ડ કપના રૂપમાં શરૂ થઈ ગયો છે. ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયા અને મેજબાન ઈંગ્લેન્ડને કપના સૌથી મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે. સાથે જ એમ પણ માનવામાં આવી રહ્યું છે કે ફાઈનલ મુકાબલો પણ આ બે દિગ્ગજ ટીમ વચ્ચે રમાઈ શકે છે. ઈંગ્લેન્ડે વર્લ્ડકપનો ઉદ્ઘાટન મુકાબલો દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ જીતી લીધો છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ 5 જૂને રમવાની છે. આ મેચ પણ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાશે. હાલ ભારત બે વોર્મઅપ મેચ રમ્યું છે. પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો જ્યારે બીજી મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ જીતી હતી.

નંબર 4 પર લોકેશ રાહુલની જગ્યા ફાઈનલ

નંબર 4 પર લોકેશ રાહુલની જગ્યા ફાઈનલ

આ મેચમાંથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનાર મુકાબલા પહેલા ભારતને કેટલાક મોટા સંકેત મળ્યા છે. આ સંકેતો પાછળ ચાલવામાં આવે તો ભારત 5 જૂને ઓછામાં ઓછા ત્રણ સરપ્રાઈઝ આપવાની તૈયારી કરી રહ્યું છે. નંબર 4 માટે સિલેક્ટર્સની વિજય શંકર પહેલી પસંદ હતી પણ વોર્મઅપ મેચમાં રાહુલના ફોર્મને જોયા બાદ નંબર 4ની પોઝિશન રાહુલને આપવામાં આવશે તે લગભગ ફાઈનલ જ થઈ ગયું છે.

ભુવનેશ્વર પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહિ હોય?

ભુવનેશ્વર પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહિ હોય?

ભુવનેશ્વર વર્લ્ડ કપમાં ભારતના હાલના બોલર્સમાંથી સૌથી વધુ અનુભવી છે પરંતુ પાછલા કેટલાક સમયથ તેઓ પોતાનું ટૉપ ફોર્મ દેખાડવામાં અસમર્થ નિવડ્યા છે. આઈપીએલમાં પણ ભુવીનું પ્રદર્શન ના બરાબર જ રહ્યું હતું અને વર્લ્ડ કપની વોર્મઅપ મેચ પહેલા પણ તે કંઈ ખાસ ન કરી શક્યો.

કુલદીપની જગ્યાએ જાડેજાને મોકો મળી શકે

કુલદીપની જગ્યાએ જાડેજાને મોકો મળી શકે

આમ તો કુલદીપ-ચહલની જોડી વર્લ્ડ કપમાં ભારતના એક્સ ફેક્ટર તરીકે માનવામાં આવી રહી છે પરંતુ પાછલા કેટલાક સમયથી આ જોડીમાં કુલદીપનુ પ્રદર્શન તેમની ખ્યાતિની બિલકુલ વિપરીત હ્યું છે. ખાસ કરીને આઈપીએલમાં ખરાબ સમય બાદ તેમનું આત્મવિશ્વાસ ભારે ડગમગી ગયું છે. આઈપીએલમાં કુલદીપ માત્ર 4 વિકેટ જ ખેડવી શક્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X