IND vs AFG : ડબલ સુપર ઓવરના રોમાંચ બાદ ભારતની જીત, અફઘાનિસ્તાનની જોરદાર ટક્કર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલા ત્રીજા T20 મુકાબલામાં ભારતે શાનદાર જીત મેળવી છે. 20 ઓવરે બરાબરી પર પુરા થયેલા મુકાબલામાં બાદ ભારતે એક પછી એક એમ બે સુપર ઓવર રમીને જીત મેળવી છે.

પહેલા ભારત તરફથી રોહિત શર્મા અને રિંકુ સિંહની શાનદાર બેટિંગ જોવા મળી. આ પછી અફઘાનિસ્તાન તરફથી છક્કા ચોક્કાનો વરસાદ જોવા મળ્યો અને મેચ બરાબરી પર પુરી થઈ.

rinku sinh - rohit Sarma

આ પછી સુપર ઓવરમાં અફઘાનિસ્તાને 16 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 17 રનનો ટાર્ગેટ આપ્યો. ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે સુપર ઓવરમાં મોરચો સંભાળ્યો અને પહેલી સુપર ઓવર બરાબરી પર પુરી કરી.

આ પછી ફરીથી બીજી સુપર ઓવરમાં ભારતીય ટીમ બેટિંગ માટે ઉતરી અને 12 રન બનાવ્યા. એક સમયે લાગતુ હતું કે ભારત આ મેચ ગુમાવશે પરંતુ ભારતીય બોલર રવિ વિશ્નોઈએ પહેલા બે બોલમાં બે વિકેટ લઈને ભારતને જીત અપાવી દીધી.

મેચની વાત કરીએ તો આ મેચમાં રોહિત શર્માએ મુશ્કેલીમાં રહેલા ભારતને બહાર કાઢીને સ્કોરને 200 પાર પહોંચાડવાનું કામ કર્યુ. રોહિત શર્માએ અને રિંકુ સિંહ સાથે મળીને શાનદાર બેટિંગ કરીને 121 રન ફટકાર્યા. રિંકું સિંહે પણ 69 રનની ઈનિંગ રમી.

બીજી તરફ અફઘાનિસ્તાન તરફથી ગુરબાઝ, ઈબ્રાહિમ ઝારદાન અને ગુલબદ્દીન નાઈબે શાનદાર બેટિંગ કરીને સ્કોરને બરાબર કરવામાં મહત્વની ભુમિકા ભજવી. આ ત્રણેયે અનુક્રમે 50, 50 અને 56 રનની ઈનિંગ રમી. આ સિવાય અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નદીએ પણ શાનદાર 34 રન ફટકાર્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X