IND vs AUS, 2nd T20: ભારતે ટૉસ જીતી પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો

IND vs AUS, 2nd T20: ભારતે ટૉસ જીતી પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી ટી20 મેચ રમાવવા જઈ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ બાદ કહ્યું કે, પિચ સારી જણાઈ રહી છે. અમે પહેલાં બોલિંગ કરશું. એરોન ફિંચ આજે રમતો ના હોવાથી અમે પહેલાં ફિલ્ડિંગ કરી ઓસ્ટ્રેલિયાઈ ટીમને સિમિત રનમાં જ ઑલઆઉટ કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશું અને ટાર્ગેટ હાંસલ કરશું.

ind vs aus 2020-21

ભારતીય ટીમમાં થોડા બદલાવ કરવામાં આવ્યા છે. મોહમ્મદ શમીની જગ્યાએ શાર્દુલ ઠાકુરને અને મનિષ પાંડેની જગ્યાએ શ્રેયસ ઐય્યરને મોકો આપવામાં આવ્યો છે.

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનઃ

કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સંજુ સેમસન, હાર્દિક પાંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દિપક ચહર, ટી નટરાજન, યુઝવેન્દ્ર ચહલ.

ઓસ્ટ્રેલિયા ટીમની પ્લેઈંગ ઈલેવનઃ

ડાર્સી શોર્ટ, માર્કસ સ્ટોઈનિસ, સ્ટિવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોઈસિસ હેનરિક્સ, મેથ્યુ વેડ, ડેનિયલ સેમ્સ, સિન અબોટ, મિશેલ સ્વિપસન, એડમ ઝામ્પા, એન્ડ્રૂ ટાઈ.

જણાવી દઈએ કે વનડે સીરીઝ 2-1થી હાર્યા બાદ ભારતીય ટીમ ટી20 સીરીઝ જીતી હારનો બદલો લેવા માંગે છે જ્યારે ઓસ્ટ્રેલિયાઈ ટીમ માટે આ મેચ જીતી સીરીઝમાં બની રહેવા માટેનો આ છેલ્લો મોકો છે ત્યારે ટીમ ઓસ્ટ્રેલિયા પણ જીતના ઈરાદે ઉતરશે. ભારતીય ટીમ પહેલી ટી20 જીતી હોવાથી 0-1થી લીડ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X