IND vs AUS: ઇન્દોરમાં ક્યારેય હાર્યુ નથી ભારત, જાણો અત્યારસુધીના રેકોર્ડ
ઈન્દોરના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે આવવા તૈયાર છે. ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી જરૂરી છે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમનું પ્રદર્શન સ્ફોટક રહ્યું છે. નાગપુર અને દિલ્હીમાં જીત મેળવીને ભારતે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ઈન્દોરમાં યોજાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ફરી એકવાર ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. જો ભારત ઈન્દોર ટેસ્ટ જીતવામાં સફળ રહેશે તો તે શ્રેણીને પોતાના કબજામાં લઈ લેશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે ટીમને સતત ત્રીજી જીત અપાવવાનો પ્રયાસ કરશે.

ઇન્દોરમાં ક્યારેય હાર્યુ નથી ભારત
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આગામી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1 માર્ચથી ઈન્દોરમાં રમાવાની છે. આ મેચ માટે બંને ટીમના ખેલાડીઓ ઈન્દોર પહોંચી ગયા છે. સિરીઝની ત્રીજી મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની હતી પરંતુ બાદમાં તેને ઈન્દોર શિફ્ટ કરવામાં આવી હતી. ભારતીય ટીમ ઈન્દોરમાં ક્યારેય ટેસ્ટ કે વનડે મેચ હારી નથી. આવી સ્થિતિમાં ભારતનો પ્રયાસ આ અજેય રેકોર્ડને આગળ પણ જાળવી રાખવાનો રહેશે.

ભારતને ટક્કર આપવી મુશ્કેલ
ઓસ્ટ્રેલિયા માટે આ મેદાન પર ભારત સાથે સ્પર્ધા કરવી આસાન નહીં હોય. ભારતે તેની પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 2016માં અહીં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. જ્યાં ભારતને 321 રનથી મોટી જીત મળી હતી. જ્યારે વર્ષ 2019માં રમાયેલી બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવવાનું કામ કર્યું હતું. ભારતે બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 130 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા માટે આ મેદાન પર ભારત સાથે સ્પર્ધા કરવી આસાન નથી.

ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ. શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

ઇન્દોર ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
સ્ટીવ સ્મિથ (સી), મિશેલ સ્ટાર્ક, એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (wk), કેમરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો. મિશેલ સ્વેપ્સન.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
