IND vs BAN, Asia Cup 2023 : આજે રવિન્દ્ર જાડેજા અને શુભમન ગિલ બનાવી શકે છે આ રેકોર્ડ

IND vs BAN, Asia Cup 2023 : આજે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ ભારત અને બાંગ્લાગેશ વચ્ચે એશિયા કપના સુપર 4 રાઉન્ડની અંતિમ મેચ રમાશે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

આ બંને ટીમો આ વર્ષના એશિયા કપમાં પ્રથમ વખત આમને-સામને થશે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી મેચમાં શ્રીલંકાને 41 રને હરાવીને એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

IND vs BAN

કોલંબોમાં શુક્રવારના રોજ એશિયા કપ 2023 સુપર 4 મેચમાં જ્યારે ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે, ત્યારે તે ડાબા હાથના સ્પિનર્સની લડાઈ હશે. કારણ કે, ભારતના રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશના શાકિબ અલ હસન સામે ટકરાશે.

શું રવિન્દ્ર જાડેજા પૂરી કરશે 200 વિકેટ - રવિન્દ્ર જાડેજાએ 199 ODI વિકેટ લીધી છે, જ્યારે શાકિબે તેની કારકિર્દીમાં 307 વિકેટ ઝડપી છે. આજની મેચમાં જો જાડેજા એક વિકેટ લે છે, તો વનડે કરિયરમાં તેની આ 200મી વિકેટ હશે. જાડેજાએ કુલ 181 મેચમાં 174 ઇનિંગ રમી છે, જેમાં તેણે કુલ 199 વિકેટ ઝડપી છે.

શુભમન ગિલ 2023માં 1000 રનની નજીક - ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલને આ વર્ષે વનડેમાં 1000નો આંકડો પૂરો કરનારો પ્રથમ બેટ્સમેન બનવા માટે 96 રનની જરૂર છે.

અત્રે નોંધનીય છે કે, શુભમન ગિલે 2022માં બે સદી અને 2023માં પાંચ સદી ફટકારી હતી, જેમાં ન્યૂઝીલેન્ડ સામે બેવડી સદીનો સમાવેશ થાય છે. તે આ વર્ષમાં ઘણા રેકોર્ડ તોડી શકે છે.

હવે સવાલ એ છે કે, શું ગિલ શુક્રવારની મેચ ભારત વિ બાંગ્લાદેશ એશિયા કપ 2023 સુપર 4 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી શકે છે?

ભારતની સંભવિત પ્લેઈંગ-11 - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X