IND Vs BAN : શુભમન ગીલનું શાનદાર પ્રદર્શન, સદી સાથે આ વર્ષે 1 હજાર રન પુરા કર્યા
એશિયા કપના રોમાંચક મુકાબલામાં ભારત બાંગ્લાદેશ સામે જીતવા માટે પ્રયાસ કરી રહ્યુંં છે ત્યારે ભારત તરફથી શુભમન ગીલે શાનદાર પ્રદર્શન કરતા તેના કરિયરની 5મીં સદી ફટકારી છે.
એશિયા કપની શરૂઆતથી જ શુભમન ગીલનું બેટ સતત બોલી રહ્યું છે ત્યારે બાંગ્લાદેશ સામે પણ તેને શાનદાર પ્રદર્શન કર્યુ છે. શુભમન ગીલે એક છેડો સાચવીને તેના કરિયરની 5મીં સદી ફટકારી છે. આ સિવાય તે ચાલુ વર્ષે વન ડેમાં 1 હજાર રન પુરા કરનારો ક્રિકેટર બની ગયો છે.

જણાવી દઈએ કે, ભારતની વિકેટ સતત પડી રહી છે ત્યારે શુભમન ગીલે એક છેડો સાચવ્યો અને રન બનાવ્યા.
સ્કોર બોર્ડ પર નજર કરીએ તો ભારતને જીતવા માટે 10 ઓવરમાં 80 રનની જરૂર છે. હાલ શુભમન ગીલ અને અક્ષર પટેલ મેદાન પર છે.












Click it and Unblock the Notifications
