IND vs BAN : ભારતને 266 રનનો ટાર્ગેટ, શાકિબ અલ હસનની અડધી સદી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી એશિયા કપના મુકાબલામાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા 8 વિકેટે 265 રન બનાવ્યા છે. બાંગ્લાદેશ માટે શાકિબ અલ હસને સૌથી વધુ 80 રનની ઈનિંગ્સ રમી.

ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બાંગ્લાદેશને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ. ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આ નિર્ણયને સાચો સાબિત કર્યો. તેણે લિટન દાસને ખાતું ખોલાવ્યા વગર જ બોલ્ડ કર્યો. આ પછી બીજા ઓપનર તંજીદ હસનને શાર્દુલ ઠાકુરે બોલ્ડ કર્યો.

Ind vs Ban

બાંગ્લાદેશની વિકેટો પડવાનું અહીં ન અડક્યુ અને અનામુલ હક પણ પેવેલિયન પરત ફર્યો. તે 4ના અંગત સ્કોર પર શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. મેહદી હસનને આઉટ કરીને અક્ષર પટેલે બાંગ્લાદેશને ચોથો ઝટકો આપ્યો. આ સમયે બાંગ્લાદેશનો કુલ સ્કોર 59 રને 4 વિકેટ હતો. આ પછી એક મોટી પાર્ટનરશીપ જોવા મળી.

ચાર વિકેટ પડી ગયા બાદ શાકિબ અલ હસન અને તોહિદ હૃદોયે ટીમને સંભાળી અને બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ. પોતાની સદીની નજીક આવતા શાકિબ અલ હસન 80ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો. આ તેના પછી તોહિદ હૃદય પણ 54 રનના અંગત સ્કોર પર આઉટ થયો.

આ પછી નસુમ અહેમદ અને મેહદી હસને સારી બેટિંગ કરી અને અનુક્રમે 44 અને 29 રનની ઇનિંગ્સ રમી હતી. તન્ઝીમ હસન 14 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે બાંગ્લાદેશે 8 વિકેટે 265 રન બનાવ્યા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીને 2 વિકેટ મળી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X