IND Vs BAN: કોહલીએ પોતાના નામે કર્યો આ રેકોર્ડ, શ્રીલંકાના જયવર્દનેને છોડ્યો પાછળ
T20 વર્લ્ડ કપ 2022માં આજની બીજી મેચ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે રમી રહી છે. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી છે. ભારતની શરૂઆત સારી રહી ન હતી, પરંતુ કોહલી અને કેએલ રાહુલે અડધી સદીની ભાગીદારી સાથે ભારતને કેટલીક સ
T20 વર્લ્ડ કપ 2022માં આજની બીજી મેચ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે રમી રહી છે. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી છે. ભારતની શરૂઆત સારી રહી ન હતી, પરંતુ કોહલી અને કેએલ રાહુલે અડધી સદીની ભાગીદારી સાથે ભારતને કેટલીક સારી સ્થિતિમાં પહોંચાડ્યું હતું. ભારતને પહેલો ફટકો 11ના સ્કોર પર લાગ્યો હતો, જ્યારે રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે કેએલ રાહુલ પણ 50 રન બનાવીને આઉટ થયો હતો. તથા વિરાટ કોહલીએ 44 બોલમાં 64 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલી પણ આજે જોરદાર લયમાં જોવા મળ્યો છે. બેટિંગ માટે મેદાન પર આવતાની સાથે જ તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ કોહલી હવે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે શ્રીલંકાના ભૂતપૂર્વ ખેલાડી મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે. તમને જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 1016 રનનો રેકોર્ડ મહેલા જયવર્દનેના નામે હતો, પરંતુ કોહલીએ હવે આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. વિરાટે 1065 રન કરી લીધા છે.
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં હવે મહેલા જયવર્દને 1016 રન સાથે વિરાટ પછી બીજા સ્થાને છે, વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ 965 રન સાથે ત્રીજા સ્થાને છે. આ સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ 921 રન સાથે ચોથા સ્થાન પર છે. વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની મેચમાં ઉતર્યા પહેલા આ યાદીમાં બીજા સ્થાને હતો, પરંતુ 16 રન બનાવતા જ તેણે મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો હતો. વિરાટ કોહલીએ 23 ઇનિંગ્સમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર










Click it and Unblock the Notifications
