IND vs ENG 3rd ODI: ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો ફેસલો લીધો
IND vs ENG 3rd ODI: ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો ફેસલો લીધો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝનો આજે નિર્ણાયક મુકાબલો થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી એક એક મેચ જીતી બંને ટીમ બરાબરી કરી રહી છે. ઈંગ્લેન્ડે ફરી એકવાર ટૉસ જીતી લીધો છે અને પહેલાં બોલિંગ કરવાનો ફેસલો લીધો છે જે ઓસને જોતાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. પાછલા મુકાબલામાં પણ ચેજ કરતાં ઈંગ્લેન્ડે 337 રનનો ટાર્ગેટ આસાનીથી હાંસલ કરી લીધો હતો.

કેપ્ટન કોહલીનું કહેવું છે કે ટીમ પહેલે પણ આવી સ્થિતિમાં ફસાઈ ચૂકી છે જ્યાં ઈંગ્લેન્ડ તેમના પર હાવી રહ્યું હોય, વાત પછી આ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝની હોય કે પછી ટી20 સિરીઝની બંને વખતે શરૂઆતી સ્તર પર ઈંગ્લેન્ડ હાવી રહ્યું હતું. એવામાં આ ટીમ ઈન્ડિયા માટે ફરીથી બેસ્ટ આપવાનો સમય છે.
ભારતીય ટીમમાં કુલદીપ યાદવની જગ્યાએ ટી નટરાજનની વાપસી થઈ છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડે ટોમ કરનની જગ્યાએ માર્ક વુડને જગ્યા આપી છે. કુલદીપ અને ટૉમ બંનેની પાછલા મુકાબલામાં ખુબ ધોલાઈ થઈ હતી. બંને ટીમ આ પ્રકારે છે.
ભારતઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પાંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, પ્રસીદ કૃષ્ણા, ટી નટરાજન.
ઈંગ્લેન્ડઃ જેસન રોય, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કરન, આદિલ રાશિદ, રીફ ટૉપલે, માર્ક વુડ.












Click it and Unblock the Notifications
