IND vs ENG: ટીમ ઈન્ડિયાની જીત પર બટલરે ઉઠાવ્યો વાંધો, ભારત પર લગાવ્યો ગંભીર આરોપ
ઈંગ્લેન્ડ સામેની ચોથી ટી20 મેચ જીતી ભારતીય ટીમે સિરીઝ પર કબ્જો જમાવી લીધો હતો. પરંતુ આ મેચ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ બની હતી જેને લઈ હવે ઈંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ નારાજ છે. ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરે આ બાબતે સવાલ પણ ઉઠાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઑલરાઉન્ડર શિવમ દુબેની જગ્યાએ કન્કશન સબ્સટીટ્યૂટ તરીકે મેદાનમાં ઉતર્યો હતો. આ ઘટનાને પગલે ભારે વિવાદ થયો હતો. ICCના નિયમો મુજબ કન્કશન સબ્સટીટ્યૂટની એકજેવી જ રિપ્લેસમેન્ટ હોવી જોઈએ, જે સ્પષ્ટપણે રાણા અને દુબેના મામલામાં નહોતું. દુબે એક ઓલરાઉન્ડર છે જ્યારે રાણા રાઇટ આર્મ ફાસ્ટ બોલર છે.
રિપ્લેસમેન્ટ વિશે વાત કરતાં, ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે આ પગલાં પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે આ બાબતે તેમની સલાહ નહોતી લેવામાં આવી.
અમે આ નિર્ણય સાથે સહમત નથીઃ બટલર
જોસ બટલરે ચોથી ટી20 ઈન્ટરનેશનલ મેચ બાદ કહ્યું, 'આ સરખું રિપ્લેસમેન્ટ નથી. રિપ્લેસમેન્ટથી અમે સહમત નથી.' 'કાં તો શિવમ દુબેએ બોલ વડે લગભગ 25mph ની ઝડપ લીધી છે અથવા હર્ષિતે તેની બેટિંગમાં ખરેખર સુધારો કર્યો છે. તે રમતનો એક ભાગ છે અને આપણે ખરેખર મેચ જીતવી જોઈતી હતી, પરંતુ અમે નિર્ણય સાથે અસંમત છીએ.'
બટલરે આગળ કહ્યું કે અમારી સાથે કોઈ ચર્ચા નહોતી કરી. આ કંઈક એવું હતું જે હું બેટિંગ કરવા આવ્યો તે સમયે વિચારી રહ્યો હતો- હર્ષિત શેના માટે છે? તેમણે કહ્યું કે તે એક કંસ્યૂશન રિપ્લેસમેન્ટ છે, જેની સાથે હું સ્પષ્ટપણે સહમત નહોતો. આ એકજેવું રિપ્લેસમેન્ટ નહોતું. તેમણે કહ્યું કે મેચ રેફરીએ નિર્ણય કર્યો હતો. આ બાબતે સ્પષ્ટતા મેળવવા માટે અમે જવાગલ શ્રીનાથને સવાલો પૂછશું.
દુબેના હેલમેટ પર જેમી ઓવરટનની બોલ લાગી
ચોથી ટી20 મેચ દરમિયાન ભારતની ઈનિંગની અંતિમ ઓવરમાં જેમી ઓવરટનની બોલ શિવમ દુબેના હેલમેટમાં લાગતાં તે ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. 53 રનનો સ્કોર ખડકનાર દુબેને ભારતીય ઈનિંગની અંતિમ બોલ પર ઈજા પહોંચી હતી. જે પછી તેમની જગ્યાએ રાણાને સામેલ કરવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
