For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમનું એલાન કર્યું

IND vs ENG: વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમનું એલાન કર્યું

|
Google Oneindia Gujarati News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જાહેર દ્વિપક્ષીય શ્રૃંખલા હવે પોતાના અંતિમ પડાવ પર પહોંચી ચૂકી છે. ભારતે ઈંગ્લેન્ડ સામે પહેલા 4 મેચની ટેસ્ટ સિરીઝમાં 3-1થી જીત હાંસલ કરી જ્યારે 5 મેચની ટી20 સિરીઝ 3-2થી પોતાના નામે કરી. જે બાદ હવે બંને ટીમો વચ્ચે પુણેના મેદાનમાં 23 માર્ચથી 3 મેચની વનડે સિરીઝ રમાશે. જેને લઈ ભારતીય ટીમે પહેલે જ પોતાની વનડે ટીમનું એલાન કરી દીધું હતું, હવે રવિવારે ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે પણ ભારત વિરદ્ધ વનડે સિરીઝ માટે 14 સભ્યોની ટીમનું એલાન કરી દીધું છે.

eng vs eng

ઈસીબી તરફથી ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે, જોફ્રા આર્ચરની ટીમથી બહાર રાખવામાં આવ્યા છે. ઈસીબીએ સ્પષ્ટ કર્યું કે જોફ્રા આર્ચર વનડે સિરીઝમા સામેલ નહિ થાય અને જલદી જ ઈંગ્લેન્ડ પરત ફરશે, જ્યાં તેમની કોણીની ઈજાનો ઈલાજ કરાશે.

ઉલ્લેખનીય છે કે જોફ્રા આર્ચર પાછલા થોડા સમયથી કોણીની ઈજાથી પિડાઈ રહ્યા છે જેને ધ્યાનમાં રાખતાં તેમને ટેસ્ટ સિરીઝની બીજી અને ચોથી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. ટેલિગ્રાફમાં છપાયેલ એક રિપોર્ટ મુજબ આર્ચરને કોણીની ઈજા માટે ત્રીજું ઈંજેક્શન આપવામાં આવશે અને તેઓ આઈપીએલ 2021થી પણ પોતાનું નામ પરત લઈ શકે છે.

જ્યારે ઈસીબીએ જેક બૉલ, ક્રિસ જોર્ડન અને ડેવિડ મલાનને વનડે ટીમ સાથે કવરના રૂપમાં જોડી રાખવાનો ફેસલો લીધો છે જેઓ અમદાવાદથી ટીમ સાથે પુણે આવશે.

ઈંગ્લેન્ડે જે ટીમનું એલાન કર્યું તેમાં સૈમ બિલિંગ્સ, લિયામ લિવિંગ્સ્ટોન, મૈટ પાર્કિંસન અને રીસ ટૉપ્લેને જગ્યા આપવામાં આવી છે જેઓ ટી20 ટીમ સાથે અલગથી જોડાશે. જ્યારે લગભગ આખી ટી20 ટીમને વનડે ટીમ માટે પસંદ કરી લેવામાં આવી છે.

આવી છે ઈંગ્લેન્ડની ટીમઃ

ઈયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોનાથન બેયરસ્ટો, સૈમ બિલિંગ્સ, જોસ બટલર, સૈમ કરન, ટૉમ કરન, લિયામ લિવિંગસ્ટોન, મૈટ પાર્કિંસન, આદિલ રાશિદ, જેસન રૉય, બેન સ્ટોક્સ, રીસ ટૉપ્લે, માર્ક વુડ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG: England announce squad for ODI series. વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમનું એલાન કર્યું
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X