IND vs ENG Live Streaming : ફ્રીમાં જોઇ શકાશે IND vs ENG મેચ, જાણો મેચની તમામ જાણકારી
IND vs ENG Live Streaming : ભારતીય ટીમ વર્લ્ડ કપની પોતાની પહેલી પ્રક્ટિસ મેચમાં ભારત ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચમાં ભારત બેટ્સમેનનું પાણી માપવાની કોશિશ કરશે. આ સાથે તેમના બોલર્સને પણ પોતાની ક્ષમતા ચકાસવાની તક મળશે.
પ્રેક્ટિસ મેચોને સત્તાવાર દરજ્જો હોતો નથી અને આવી સ્થિતિમાં બંને ટીમો તેમના શક્ય તેટલા ખેલાડીઓનો ઉપયોગ કરી શકે છે, પરંતુ કોઈપણ ટીમ આ મેચમાં તેમની વ્યૂહરચના જાહેર કરવાનું ટાળવા ઇચ્છે છે.

ઈંગ્લેન્ડે વર્ષોથી ત્રણેય ફોર્મેટમાં તેમની વ્યૂહરચના બદલી છે અને તેની પાસે મજબૂત બેટિંગ લાઈન-અપ છે. જોની બેયરસ્ટો, જોસ બટલર, ડેવિડ મલાન, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન અને મોઈન અલી જેવા બેટ્સમેન કોઈપણ પ્રકારના આક્રમણને નિસ્ફળ કરવામાં સક્ષમ છે, અને આવી સ્થિતિમાં ભારતીય બોલર્સને પોતાની જાતને ચકાસવાની તક મળશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ક્યાં રમાશે મેચ? - ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ગુવાહાટીમાં રમાશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કયા સમયે શરૂ થશે મેચ? - ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ બપોરે 2 કલાકે શરૂ થશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચનો ટોસ ક્યારે થશે? - ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચનો ટોસ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોવા મળશે - ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વોર્મ-અપ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ્સ સ્ટાર સ્પોર્ટ્સ, સ્ટાર સ્પોર્ટ્સ એચડી 1 અને સ્ટાર સ્પોર્ટ્સ એચડી 2 પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આવા સમયે, જો તમે OTT પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગો છો, તો તમે તેને Disney Plus Hotstar પર જોઈ શકો છો. ડિઝની પ્લસ હોટસ્ટાર પર તમામ વર્લ્ડ કપ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ મફતમાં જોઈ શકાય છે.












Click it and Unblock the Notifications
