IND vs ENG: ફાઈનલ મેચમાં મહત્વના બદલાવ સાથે ઉતરી શકે છે વિરાટ સેના
IND vs ENG: ફાઈનલ મેચમાં મહત્વના બદલાવ સાથે ઉતરી શકે છે વિરાટ સેના
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝને ત્રીજો અને આખરી મેચ આજે રમાશે, જે સિરીઝનો નિર્ણાયક મેચ બની ગયો છે અને સિરીઝના ફાઈનલની જેમ જ રમાશે. એવામાં બંને ટીમ આ મેચને જીતી સિરીઝ પોતાના નામે કરવા માંગશે. જીત હાંસલ કરવા માટે બંને ટીમ પોતાની બેસ્ટ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરશે. પુણેના મેદાન પર રમાયેલ બીજી મેચમાં ભારતીય બોલરની ભારે પિટાઈ થઈ.

જેને પગલે ભારતીય ટીમ 337 રનના વિશાળ સ્કોરને બચાવી શકવામાં પણ નાકામ રહી હતી. એવામાં ભારતીય ટીમ પોતાના બોલિંગ વિભાગમાં બદલાવ કરવા ઉતરી શકે છે. ઈંગ્લેન્ડ સામે બીજા વનડે મેચમાં ભારતીય ટીમના સ્પિનિર્સ ખરાબ રીતે ફ્લૉપ સાબિત થયા હતા, એવામાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી મેચમાં વિરાટ કોહલી પોતાના સ્પિન વિભાગમાં બદલાવ કરી શકે છે.
ભારતીય ટીમ ત્રીજી અને આખરી મેચમાં કુલદીપ યાદવને આરામ આપી યુઝવેન્દ્ર ચહલને મોકો આપી શકે છે જ્યારે કૃણાલ પંડ્યાને આરામ આપી ટી નટરાજનને મોકો આપવામાં આવી શકે છે. શાર્દુલઠાકુરે પહેલી મેચમાં સારી બોલિંગ કરી હતી પરંતુ આ દરમ્યાન તેમણે ઘણા રન પણ લુટાવવાનું કામ કર્યું હતું. એવામાં શાર્દુલ ઠાકુરને આરામ આપી મોહમ્મદ સિરાજને વનડે ક્રિકેટમાં ડેબ્યૂનો મોકો આપવામાં આવી શકે છે. જ્યારે બીજી મેચમાં શાનદાર જીત હાંસલ કરનાર ઈંગ્લેન્ડની ટીમ કોઈપણ બદલાવ સાથે ઉતરતી જોવા મળશે.
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કેએલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, વૉશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
