IND vs ENG: ભારત-ઇંગલેન્ડ સેમીફાઇનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવો છે મૌસમનો મિજાજ
ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડમાંથી કોઈપણ એક ટીમ આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયન બનવા જઇ રહી છે. કોણ ચેમ્પિયન બનશે તેનુ સેમિફાઇનલ બાદ ચિત્ર થોડું વધુ સ્પષ્ટ થશે. આ વર્લ્ડ કપમાં વરસાદના કારણે ઘણી મેચો રદ્દ પણ થઈ છે. આ
ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડમાંથી કોઈપણ એક ટીમ આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયન બનવા જઇ રહી છે. કોણ ચેમ્પિયન બનશે તેનુ સેમિફાઇનલ બાદ ચિત્ર થોડું વધુ સ્પષ્ટ થશે. આ વર્લ્ડ કપમાં વરસાદના કારણે ઘણી મેચો રદ્દ પણ થઈ છે. આવી સ્થિતિમાં સેમિફાઇનલ મેચો પર હવામાનની કેટલી અસર થશે તે જાણવા ચાહકો ઉત્સુક હશે.

વરસાદની કેટલી છે સંભાવના?
10 નવેમ્બરે ભારત અને ઈંગ્લેન્ડની મેચ દરમિયાન એડિલેડ ઓવલમાં વરસાદની કોઈ શક્યતા નથી. જેથી ચાહકોને સંપૂર્ણ મેચ જોવા મળશે. જો કે, ઓસ્ટ્રેલિયાના હવામાન વિશે અગાઉથી કોઈ આગાહી કરવી તે અપ્રમાણિક હશે. કારણ કે અહીં હવામાનનો મૂડ દરરોજ બદલાતો રહે છે. તેમ છતાં, ભારતીય ચાહકોએ પ્રાર્થના કરવી જ જોઇએ કે સેમિફાઇનલના દિવસે વરસાદ રમતને બગાડે નહીં.

રિઝર્વ ડે નો મળશે ફાયદો
જો સેમિફાઇનલ અને ફાઇનલ મેચના દિવસે વરસાદ પડે તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. વરસાદની સ્થિતિમાં મેચ રિઝર્વ ડે પર યોજાશે. જો વરસાદના કારણે નિર્ધારિત દિવસ અને રિઝર્વ ડે બંને રમાય નહીં તો ટોચની ટીમને ફાયદો થશે. તે ફાઈનલ માટે ક્વોલિફાય થશે. ગ્રુપ Aમાં ન્યુઝીલેન્ડ ટોપ પર છે જ્યારે ગ્રુપ Bમાં ભારતીય ટીમ ટોપ પર છે.

વરસાદના કારણે આ ટીમોને થયુ નુકશાન
વર્લ્ડ કપમાં વરસાદે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણી મોટી ટીમોની રમત બગાડી છે. જો વરસાદ ન પડ્યો હોત અને મેચ રમાઈ હોત તો કદાચ આ બંને ટીમો આજે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લેત. પરંતુ ઝિમ્બાબ્વે સામે એકતરફી જીત મેળવ્યા બાદ આફ્રિકાની ટીમ વરસાદને કારણે ચૂકી ગઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા પણ વરસાદને કારણે ઈંગ્લેન્ડનો સામનો કરી શક્યું ન હતું.












Click it and Unblock the Notifications
