IND vs NZ Final : વિરાટ કોહલી ચેમ્પિયન ટ્રોફી ફાઈનલ નહીં રમે? જાણો કેમ?

IND vs NZ Final Virat Kohli : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ રવિવારે દુબઈમાં રમાવા જઈ રહી છે. આ મુકાબલો જીતીને ભારતની નજર ઇતિહાસ રચવા પર છે.

ભારતીય ટીમ આ ટ્રોફી જીતે છે તો તે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી એકમાત્ર ટીમ બની જશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ બીજી વખત ટ્રોફી જીતવા મેદાને ઉતરશે.

IND vs NZ Final Virat Kohli

તમામ ફેન્સ ફાઈનલ મુકાબલાની રાહ જોઈ રહ્યાં છે ત્યારે ભારત માટે એક માઠા સમાચાર છે. અહેવાલો અનુસાર વિરાટ કોહલી શુક્રવારે ટ્રેનિંગ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે.

ફાઈનલ પહેલા એક બોલ તેમના ઘૂંટણ નજીક અથડાતા તેમને ઈજા થઈ હતી. પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર, આ ઈજાને કારણે કોહલીને પ્રેક્ટિસ છોડી દેવી પડી હતી.

ટીમ મેનેજમેન્ટ મુજબ, કોહલીની ઈજા ગંભીર નથી અને તે ફાઈનલ માટે ઉપલબ્ધ છે. ઈજા છતાં, કોહલી મેદાન પર જ રહ્યો અને ટ્રેનિંગ જોતા રહ્યો. ભારત માટે આ ટૂર્નામેન્ટમાં કોહલીનો પ્રભાવશાળી પ્રદર્શન રહ્યું છે અને તે ફાઈનલમાં ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

જણાવી દઈએ કે, વિરાટ કોહલી 2025 ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન શાનદાર ફોર્મમાં રહ્યો છે. તેણે 4 ઇનિંગ્સમાં 72.33ની એવરેજ અને 83.14ની સ્ટ્રાઈક રેટ સાથે 217 રન બનાવ્યા છે.

પાકિસ્તાન સામે સદી અને ઓસ્ટ્રેલિયા સામે 84 રનની મેચ વિનિંગ ઇનિંગે ટીમને જીત અપાવી છે. તે ટૂર્નામેન્ટમાં ભારતનો ટોપ સ્કોરર છે અને સમગ્ર ટૂર્નામેન્ટમાં ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનારા ખેલાડી છે.

ભારતીય ટીમ માટે આ ફાઈનલ માત્ર ટુર્નામેન્ટ જીતવા માટે જ નહીં પણ ICC ઈવેન્ટમાં તેનો દબદબો દાખવવા માટે પણ મહત્વપૂર્ણ છે. રવિવારે દુબઈમાં યોજાનારી ફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. ભારતના ફેન્સ વિરાટ કોહલી અને ટીમની જીત માટે આતુર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X