IND VS NZ: વેલિંગટનમાં સુપરઓવર થ્રિલ, ભારતની જીત, શ્રેણીમાં 4-0થી લીડ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની ટી 20 શ્રેણીમાં ફરી એકવાર સુપર ઓવરનો રોમાંચ જોવા મળ્યો હતો અને દર વખતની જેમ, ન્યુઝીલેન્ડની ટીમ ફરી એક વાર સુપર ઓવરમાં હારી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની ટી 20 શ્રેણીમાં ફરી એકવાર સુપર ઓવરનો રોમાંચ જોવા મળ્યો હતો અને દર વખતની જેમ, ન્યુઝીલેન્ડની ટીમ ફરી એક વાર સુપર ઓવરમાં હારી હતી. વેલિંગટનમાં રમાયેલી ત્રીજી મેચમાં સુપર ઓવર રોમાંચક જીત્યાં બાદ ભારતીય ટીમે ફરી કિવિ ટીમને હરાવી જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 4-0ની લીડ મેળવી લીધી છે.

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી અને 165 રન બનાવ્યા, જેનો પીછો કિવી ટીમે શાર્દુલ ઠાકુરની મજબૂત બોલિંગના સાથે ફરી એક વખત સ્કોર બરાબરી કરી અને નિર્ધારિત 20 ઓવરમાં જીત મેળવવામાં નિષ્ફળ ગઇ હતી. પરિણામી મેચ ફરી એક વાર સુપર ઓવર સુધી પહોંચી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા કિવિ ટીમે સુપર ઓવરના 6 બોલમાં 1 વિકેટ ગુમાવીને 13 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા કે.એલ. રાહુલ અને વિરાટ કોહલીએ ભારતીય ટીમને જીત અપાવી હતી.
કેએલ રાહુલે પ્રથમ બોલને સિક્સર સાથે સ્વાગત કર્યું હતુ અને બીજા બોલ પર બેકવર્ડ સ્ક્વેર લેગ પર ચોગ્ગો માર્યો હતો. જો કે લોકેશ રાહુલે ફરીથી ત્રીજા બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેચ આઉટ થયો હતો. ચોથા બોલ પર વિરાટ કોહલીએ 2 રન લાધી હતા. 5 માં બોલ પર વિરાટ કોહલીએ ડીપ મીડ સ્ક્વેર લેગની દિશામાં ચોગ્ગો ફટકાર્યો હતો અને ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો.












Click it and Unblock the Notifications
