IND vs PAK : કિંગ કોહલી સામે પાકિસ્તાન ઘુંટણી, રેકોર્ડના વરસાદ સાથે ભારતની શાનદાર જીત

IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા ચેમ્પિયન ટ્રોફીના ધમાકેદાર મુકાબલામાં ભારતે એકતરફી શાનદાર જીત મેળવી છે.

ભારતની આજની જીતનો હિરો વિરાટ કોહલી રહ્યો છે. વિરાટ કોહલીએ તેની 51મીં વન ડે સદી સાથે સાથે 14 હજાર રેકોર્ડ બનાવીને ભારતને શાનદાર જીત અપાવી છે.

IND vs PAK

આઓ મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે પાકિસ્તાન માટે આ નિર્ણય ખોટો સાબિત થયો અને ટીમ તમામ વિકેટ ગુમાવીને 241 રન જ બનાવી શકી. પાકિસ્તાનની ટીમ પુરા 50 ઓવર્સ પણ ન રમી શકી.

બીજી ઈનિંગમાં ભારતે શાનદાર શરૂઆત કરી. શુભમન ગીલ અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત અપાવી. જો કે રોહિત શર્મા 15 બોલમાં કેટલાક શાનદાર શોટ્સ રમીને 20 રન બનાવીને આઉટ થઈ ગયો. આઓ પછી મેદાન પર કોહલીની એન્ટ્રી થઈ.

વિરાટ કોહલીએ શુભમન ગીલ સાથે 69 રનની પાર્ટનરશીપ કરીને ટીમને મજબુત સ્થિતીમાં પહોંચાડી દીધા. આ દરમિયાન ગીલ શાનદાર 46 રન બનાવીને પેલેવિયન પરત ફર્યો. આ પછી કોહલીનો સાથ આપવા માટે શ્રેયસ અય્યર મેદાન પર આવ્યો.

આ જોડીએ મેદાન પર શાનદાર ધમાલ મચાવી અને મેચને આસાન બનાવી દીધો. અય્યર સાથે મળીને કોહલીએ 114 રનની પાર્ટનરશીપ કરી. આ દરમિયાન કોહલીનું બેટ શાનદાર અંદાજમાં બોલ્યુ.

કોહલીએ આ મુકાબલાને તેની સદી સાથે જીતી લીધો. કોહલીએ આ શાનદાર ઈનિંગમાં 111 બોલમાં નોટઆઉટ 100 રન બનાવ્યા. આ વિરાટ કોહલીની 51મીં વન ડે સદી હતી. આ સાથે કોહલીએ આ મુકાબલામાં તેના 14 હજાર વન ડે રન પણ પુરા કર્યા.

કોહલી સૌથી ઝડપી 14 હજાર રન બનાવનારો બેટ્સમેન પણ બન્યો. આ લિસ્ટમાં કોહલીથી આગળ માત્ર સચિન તેંડુલકર અને કુમાર સાંગાકારા છે.
અંતે ભારતે માત્ર 4 વિકેટ ગુમાવીને 42.3 ઓવર્સમાં જીતી લીધો. આ જીત સાથે ભારત ચેમ્પિયન ટ્રોફીમાં મજબુત સ્થિતીમાં આવી ગયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X