IND vs PAK: KL રાહુલ કે ઇશાન કિશન, કોની દાવેદારી મજબુત? કોને મળશે મોકો?
ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાનનો સામનો કરવા માટે તૈયાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ હાઈવોલ્ટેજ મેચમાં તમામની નજર કેએલ રાહુલ પર રહેશે. સુપર ફોર મેચમાં ભાગ લેવા માટે ફિટ થયા બાદ કેએલ રાહુલ ટીમ સાથે જોડાયો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સામેની સુપર ફોર મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે?
ઈશાન કિશને પાકિસ્તાન સામેની ગ્રુપ સ્ટેજની મેચમાં પાંચમા નંબરે આવીને શાનદાર ઇનિંગ રમી હતી. પ્રથમ વખત ODI ફોર્મેટમાં પાંચમા નંબર પર બેટિંગ કરવા આવેલા ઈશાન કિશને પોતાની ઈનિંગ્સથી બધાને પ્રભાવિત કર્યા હતા.

ઈશાન કિશને જે પ્રકારની ઈનિંગ્સ ઉચ્ચ દબાણની સ્થિતિમાં રમી હતી, ભારતીય ટીમ પાકિસ્તાન સામે પડકારજનક સ્કોર ઉભો કરવામાં સફળ રહી હતી.
દરેકના મનમાં સવાલ એ છે કે કેએલ રાહુલ અને ઈશાન કિશન વચ્ચે પાકિસ્તાન સામે કોને તક મળશે. કેએલ રાહુલે છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં પાંચમા નંબર પર પોતાને સાબિત કર્યું છે. આ સાથે જ ઇશાન કિશને પણ જોરદાર ઇનિંગ રમીને પોતાનો દાવો મજબૂત કર્યો છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા માટે આ બે ખેલાડીઓમાંથી પસંદગી કરવી આસાન નહીં હોય.
કેએલ રાહુલ લાંબા સમયથી ODI ફોર્મેટમાં પાંચમા નંબર પર બેટિંગ કરી રહ્યો છે. વર્ષ 2019માં કેએલ રાહુલે 13 મેચમાં 47.67ની એવરેજથી 572 રન બનાવ્યા હતા. આગલા વર્ષે 2020માં તેણે નવ મેચોમાં સારૂ પ્રદર્શન કરીને 55.38ની એવરેજથી 443 રન બનાવ્યા, જ્યારે વર્ષ 2021માં તેણે ત્રણ મેચમાં 88.50ની એવરેજથી 108 રન બનાવ્યા અને વર્ષ 2022માં તેણે 27.89ની સરેરાશથી 10 મેચમાં 251 રન બનાવ્યા હતા.
કેપ્ટન રોહિત શર્માએ હાલમાં જ કહ્યું હતું કે તે પરિસ્થિતિ અને સામેની ટીમને ધ્યાનમાં લઈને પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરશે. આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. શ્રેયસ ઐયરની જગ્યાએ ઈશાન કિશનને ચોથા નંબરની જવાબદારી આપવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
