IND vs PAK : પાકિસ્તાન સામે રોહિત શર્મા રચી શકે છે ઇતિહાસ, તુટી શકે છે આ મોટો રેકોર્ડ
IND vs PAK : ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો બીજો મુકાબલો પાકિસ્તાન સામે રમાવા જઈ રહ્યો છે. બાંગ્લાદેશને હરાવીને હવે ભારત પાકિસ્તાનને હરાવવા મેદાને ઉતરશે.
ભારતે ચેમ્પિયન ટ્રોફીની ધમાકેદાર શરૂઆત કરી છે. જો ભારત પાકિસ્તાનને હરાવી દેશે તો પાકિસ્તાન માટે ટુનાર્મેન્ટમાં બની રહેવુ મુશ્કેલ બની જશે.

ભારત હવે પાકિસ્તાન સામે પણ જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માના બેટથી ધમાલ કરી શકે છે.
પાકિસ્તાન પર બેવડા દબાણને કારણે આ મેચમાં તેના માટે ઘણું દાવ પર લાગશે. ભારત સામેની મેચ હંમેશા મોટો પડકાર હોય છે. જો પાકિસ્તાન બીજી મેચ પણ હારી જાય છે તો સેમિફાઇનલમાં તેનો રસ્તો મુશ્કેલ બની શકે છે.
પાકિસ્તાન સામે રોહિત શર્મા વધુ ચાર છગ્ગા ફટકારે છે તો તે સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાખશે અને પાકિસ્તાન સામે સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય ખેલાડી બની જશે.
સચિન તેંડુલકરે પાકિસ્તાન વિરૂદ્ધ 69 ODI મેચોમાં 29 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે રોહિત શર્માના નામે અત્યાર સુધી 26 છગ્ગા છે અને તે બીજા સ્થાને છે.
રોહિત શર્માનો પાકિસ્તાન સામે વનડે ફોર્મેટમાં રેકોર્ડ શાનદાર છે. પાકિસ્તાન સામે 19 મેચ રમીને તેણે 51.35ની એવરેજથી 873 રન બનાવ્યા છે, જે તેની શાનદાર બેટિંગનો પુરાવો છે. તેનો 92.38નો સ્ટ્રાઈક રેટ પણ સાબિત કરે છે કે તે માત્ર સતત રન જ નથી બનાવતો પરંતુ તેની ઈનિંગ્સ પણ ઝડપી ગતિએ આગળ વધે છે.
આ સિવાય રોહિત શર્મા ODI ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 9000 રન પૂરા કરવાની તક ખૂબ જ નજીક છે અને પાકિસ્તાન સામે સારો દેખાવ તેને આ હાંસલ કરવામાં મદદ કરી શકે છે.












Click it and Unblock the Notifications
