IND vs PAK, R Premadasa Stadium Weather: ભારત-પાકિસ્તાન મેચ રદ થાય તો કોને થશે ફાયદો? જાણો વરસાદની આગાહી
IND vs PAK, T20 World Cup 2026, R Premadasa Stadium Weather: ટી20 વર્લ્ડ કપ 2026માં રવિવારે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચને લઈને ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ છે. પરંતુ કોલંબોના વેધર અપડેટે ચાહકોની ચિંતા વધારી દીધી છે, કારણ કે 15 ફેબ્રુઆરીના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

શું છે હવામાન વિભાગની આગાહી?
ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની આ ટક્કર પહેલા શ્રીલંકાના હવામાન વિભાગે ચિંતાજનક સંકેતો આપ્યા છે. વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ઓછું દબાણ (Low Pressure Area) સર્જાવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે.
વેધર ફોરકાસ્ટ (Weather Forecast) વેબસાઈટ્સ અનુસાર, મેચની સાંજે 6થી 8 વાગ્યાની વચ્ચે વરસાદની ભારે આશંકા છે. જો મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બને અને રમત શક્ય ન બને, તો અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લેવો પડશે. આવી સ્થિતિમાં બંને ટીમોને 1-1 પોઈન્ટ વહેંચીને સંતોષ માનવો પડશે.
મેચ રદ થાય તો કોનું પત્તું કપાશે?
જો વરસાદને કારણે આ મુકાબલો અનિર્ણિત રહે છે, તો સુપર-8 (Super-8) ની રેસના સમીકરણો આ રીતે બદલાશે:
- ભારત અને પાકિસ્તાનને ફાયદો: હાલમાં બંને ટીમો પાસે 4-4 પોઈન્ટ છે. જો મેચ રદ થાય, તો ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનના 5-5 પોઈન્ટ થઈ જશે, જે તેમને સીધા જ આગામી રાઉન્ડમાં એન્ટ્રી અપાવશે.
- USA અને નેધરલેન્ડને નુકસાન: આ બંને ટીમો પાસે અત્યારે 2-2 પોઈન્ટ છે અને માત્ર એક મેચ બાકી છે. જો ભારત-પાક મેચ રદ થાય, તો આ ટીમો તેમની છેલ્લી મેચ જીતીને પણ મહત્તમ 4 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે, જેનાથી તેમની વર્લ્ડ કપની સફર ત્યાં જ પૂરી થઈ જશે.
અમેરિકા પાસે પણ છે તક
જો 15 ફેબ્રુઆરીએ મેચ રમાય અને કોઈ પરિણામ આવે, તો હારનાર ટીમ માટે મુશ્કેલી વધી શકે છે. ખાસ કરીને જો પાકિસ્તાન હારે અને બીજી તરફ અમેરિકા (USA) પોતાની છેલ્લી મેચમાં નામીબિયાને હરાવી દે, તો અમેરિકન ટીમ પાસે સતત બીજી વખત આગામી રાઉન્ડમાં જગ્યા બનાવવાની સુવર્ણ તક રહેશે.












Click it and Unblock the Notifications
