IND vs PAK WCL 2025: પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે પહેલી વાર ટક્કર, જાણો મેચ ક્યારે શરૂ થશે
WCL 2025, IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ મેચને લઈને ફેન્સ હંમેશાં ઉત્સાહિત રહે છે. પરંતુ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયા હતા. આ ઘટનાને પગલે ભારત-પાકિસ્તાન વચ્ચેના મેચને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. અનેક ભારતીય ક્રિકેટ દિગ્ગજોએ પાકિસ્તાન સામે મેચ રમવામાં અપત્તિ વ્યક્ત કરી હતી.

પહેલગામ હુમલા બાદ ફરી ભારત-પાકિસ્તાન મેચ (WCL 2025, IND vs PAK)
આ ઘટનાના પછી ભારતે પાકિસ્તાન પર તેમના દેશમાં આતંકીઓને આશરો આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ "ઓપરેશન સિંદૂર" હેઠળ ભારતે પાકિસ્તાનના નવ આતંકી ઠેકાણા તોડી પાડ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું હતું કે હવે આવતા સમયમાં બંને દેશો વચ્ચે ક્રિકેટ મેચ નહીં થાય. સપ્ટેમ્બર મહિનામાં થનારા એશિયા કપને લઈને આજદિન સુધી કોઈ શેડ્યુલ જાહેર થયું નથી.
ભારત-પાકિસ્તાન ટક્કર માટે તૈયાર
એવામાં વર્લ્ડ ચેમ્પિયનશીપ ઑફ લેજેન્ડ્સ (WCL) 2025નો સૌથી મોટો મુકાબલો ભારત vs પાકિસ્તાન વચ્ચે હવે થોડાં જ દિવસોમાં થવાનો છે. આ મહામુકાબલો 20 જુલાઈએ ઇંગ્લેન્ડના એજબેસ્ટન મેદાનમાં રમાશે. ભારતીય ટીમનું નેતૃત્વ યુવરાજ સિંહ કરશે, જ્યારે પાકિસ્તાની ટીમના કેપ્ટન મોહમ્મદ હફીઝ હશે.
છેલ્લી વખત ફાઇનલમાં ટકરાયા હતા બંને
આ વખતનો મુકાબલો માત્ર બે ટીમો વચ્ચે નહીં, પરંતુ ગયા વર્ષના ફાઇનલની યાદોને પણ સાથે લાવશે. વર્ષ 2024માં ભારતે પાકિસ્તાનને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો, અને હવે પાકિસ્તાન રિવેન્જના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનના 156 રનના લક્ષ્યને 5 વિકેટથી હાંસલ કરી લીધો હતો. તે મેચમાં રોબિન ઉથપ્પા અને યુસુફ પઠાણની મહત્વની ભૂમિકા રહી હતી.
આ ખેલાડીઓ પર રહેશે સૌની નજર
જો કો, લિગ મેચમાં પાકિસ્તાને ભારતને મોટાં અંતરે હરાવ્યું હતું. એટલે ઈતિહાસમાં બંને ટીમો એકબીજાને સમાન ટક્કર આપતી રહી છે અને આ વખતે પણ કંઇક એવું જ જોવા મળી શકે છે. WCL 2025માં કેટલાક નવા ચહેરાઓ પણ જોડાયા છે. ભારત તરફથી શિખર ધવન, સ્ટુઅર્ટ બિન્ની અને વરૂણ અરોન મેદાનમાં જોવા મળશે, જ્યારે પાકિસ્તાનની ટીમમાં સઈદ અજમલ, સર્ફરાજ ખાન અને સોહેલ ખાન જેવા ખેલાડીઓ હાજર રહેશે.












Click it and Unblock the Notifications
